શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સીનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું- રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા જ.......
સીડીસી અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોની એક સલાહકાર સમિતિ એક રેન્કિંગ વ્યવસ્થા પર કામ કરી રહી છે, જે અંતર્ગત પ્રાયોરિટીના આધારે રસી લગાવવામાં આવશે.
વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક દેશોના વૈજ્ઞાનિકો રસીની શોધમાં લાગ્યા છે જેથી આ મહામારીને ફેલાતી અટકાવી શકાય. અનેક રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. અમેરિકાના રાજ્યોને 1 નવેમ્બરથી કોરોના રસીના વિતરણ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને રાષ્ટ્રપતિ ચૂંટણીના બે દિવસ પહેલા સંભવિત કોરોનાની રસી વિતરિત કરવા માટે તૈયાર રહેવાની અપીલ કરી છે. અમેરિકામાં 3 નવેમ્બરે ચૂંટણી થવાની છે.
અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે 27 ઓગસ્ટને બહાર પાડેલા એક પત્રમાં કહ્યું કે, ‘કેટલીક પરમિટો મેળવવા માટે એક સામાન્ય સમયની જરૂરત હોય છે, જે તાત્કાલીક સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમની સફળતા માટે અવરોધ છે. તેમણે કહ્યું કે, સીડીસી આ કોરોના વેક્સીનનીના વિતરણ સુવિધાઓઓ માટે અરજીમાં જડપ લાવવા માટે તમારી મદદ ઇચ્છે છે.
સીડીસી અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોની એક સલાહકાર સમિતિ એક રેન્કિંગ વ્યવસ્થા પર કામ કરી રહી છે, જે અંતર્ગત પ્રાયોરિટીના આધારે રસી લગાવવામાં આવશે. સીડીસીએ અમેરિકાના રાજ્યોને એક રસી રોલઆઉટ યોજના સાથે જોડાયેલ દસ્વાતેજ આપ્યા છે. સાથે જ એ પણ કહ્યું છે કે, તેને લાઈસન્સ પ્રાપ્ત રસી તરીકે મંજૂરી મળશે અથવા તો ઇમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશન અંતર્ગત મંજૂરી મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement