Earthquake: ભૂકંપના ઝટકાથી હચમચી ગઇ ધરતી, લોકો ગભરાટમાં ઘરથી બહાર દોડ્યાં, જાણો શું છે સ્થિતિ
Earthquake: ભૂકંપના કારણે બે અલગ અલગ સ્થળોએ ફરી એકવાર ગભરાટ ફેલાયો. પાકિસ્તાનની સાથે ગ્રીસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા.

Earthquake Pakistan: પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી. રવિવારે રાત્રે પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી, જોકે મહત્વની વાત એ છે કે, કોઈ નુકસાનના સમાચાર નથી. ગયા સોમવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. છેલ્લા 15 દિવસમાં અહીં ત્રણ ભૂકંપ આવ્યા છે. પાકિસ્તાનની સાથે, તાજેતરમાં ચીન અને મ્યાનમારમાં પણ ભૂકંપ આવ્યા હતા.
રવિવારે રાત્રે પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 205 કિલોમીટર માનવામાં આવી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઉત્તરીય વિસ્તારોમાં ફેલાયેલી હિન્દુકુશ પર્વતમાળામાં વારંવાર ભૂકંપ આવે છે. મિંગોરી અને તેની બહારના વિસ્તારો સહિત સ્વાતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
છેલ્લા 15 દિવસમાં પાકિસ્તાનમાં ત્રણ વાર ભૂકંપ આવ્યો છે.
તાજેતરના સમયમાં પાકિસ્તાન અનેક વખત ભૂકંપથી હચમચી ગયું છે. આ પહેલા 12 મે અને 5 મેના રોજ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 5 મેના રોજ સાંજે 4:૦૦ વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી.
રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તરીય ક્ષેત્રમાં 36.60 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72.89 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા. 12 એપ્રિલે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગઇ કાલે ઇન્ડોનેશિયમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
શનિવારની રાત્રે ભારતીય સમય મુજબ 2:50 વાગ્યે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા એક અઠવાડિયામાં ઘણા દેશોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 58 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં ભૂકંપના આંચકાને કારણે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
શનિવારે મ્યાનમારમાં તીવ્ર ભૂકંપ આવ્યો
શનિવારે મ્યાનમારના ક્યાઉક્સે નજીક 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, બપોરે 15:54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ક્યાઉક્સેથી લગભગ 35 કિલોમીટર દૂર હતું.





















