Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહી
હજુ છ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું છે સંકટ. 22 અને 23 મેએ તો રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે...આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે..સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ,દાહોદ,આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આવતીકાલે કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ 50 કિ.મી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. તો આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે..


















