શોધખોળ કરો

Everest Masala: એવરેસ્ટ મસાલામાં મળ્યું આ ખતરનાક કેમિકલ, સિંગાપુરે લગાવી દીધો પ્રતિબંધ

સિંગાપોર ફૂડ એજન્સીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીએ એવરેસ્ટ ફિશ કરી મસાલા પરત કરવા માટે નૉટિફિકેશન બહાર પાડ્યું છે

Everest Fish Curry Masala: દેશની જાણીતી મસાલા કંપની એવરેસ્ટ મસાલાને મોટો ઝટકો લાગ્યો છે. સિંગાપોરમાં એવરેસ્ટ ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે આદેશ જાહેર કરતી વખતે સિંગાપોર ફૂડ એજન્સી (SFA) એ કહ્યું કે આ મસાલામાં ઇથિલિન ઓક્સાઈડની માત્રા ઘણી વધારે છે. તે માનવ વપરાશ માટે યોગ્ય નથી. ઇથિલિન ઓક્સાઇડ એ જંતુનાશક છે. તેનો ઉપયોગ ખોરાકમાં કરી શકાતો નથી. જો કે, તેનો ઉપયોગ મસાલા સાફ કરવા માટે કરી શકાય છે.

એવરેસ્ટ ફિશ કરી મસાલાને રિકૉલ કરવાનો આદેશ જાહેર 
સિંગાપોર ફૂડ એજન્સીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીએ એવરેસ્ટ ફિશ કરી મસાલા પરત કરવા માટે નૉટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં ઇથિલિન ઓક્સાઈડની નિર્ધારિત માત્રા કરતાં વધુ છે. આ મસાલા બ્રાન્ડને SP મૂથૈયા એન્ડ સન્સ Pte Ltd દ્વારા સિંગાપોરમાં આયાત કરવામાં આવી હતી. SFA એ કંપનીને આ પ્રોડક્ટને રિકૉલ કરવા માટે સૂચના આપી છે.

એવરેસ્ટ મસાલાએ કરી સ્પષ્ટતા, મામલાની પુરેપુરી તપાસ કરશે 
વિયોનના અહેવાલ મુજબ, કંપનીએ નિવેદન આપ્યું છે કે એવરેસ્ટ 50 વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. અમારા તમામ ઉત્પાદનો કડક પરીક્ષણ પછી જ ઉત્પાદિત અને નિકાસ કરવામાં આવે છે. અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. અમારા ઉત્પાદનો પર ભારતીય સ્પાઈસ બોર્ડ અને FSSAI સહિતની તમામ એજન્સીઓની મંજૂરીની મહોર છે. દરેક નિકાસ પહેલા, અમારા ઉત્પાદનોનું ભારતીય સ્પાઇસ બોર્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં અમે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ગુણવત્તા નિયંત્રણ ટીમ આ બાબતની સંપૂર્ણ તપાસ કરશે.

એસએએફની કસ્ટમર્સને અપીલ, ખાતા ના આ મસાલો 
SFA એ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ હાલના સમયે તેમના ખોરાકમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ ન કરે. જો ગ્રાહકોએ તેને પહેલેથી જ ખરીદી લીધી હોય તો અત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળો. ફૂડ એજન્સીએ કહ્યું છે કે જો લાંબા સમય સુધી ઇથિલિન ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget