Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
સોમનાથ મંદીર નજીક વેણેશ્વર રોડ પર આવેલ કોળીસમાજ ની જગ્યામા ગૌશાળા સહીત ધાર્મીક મંદીરો ને હટાવવાની કામગીરીથી કોળીસમાજ મા ભારે રોષ જોવા મળ્યો હતો.
સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ. ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં કોળી સમાજના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.. સોમનાથ નજીક વેનેશ્વર વિસ્તાર આવેલો છે. જ્યાં 50થી વધુ બીમાર ગાયોની સેવા કરવા કોળી સમાજે ગૌશાળા બનાવી છે. આ વિસ્તારને ખાલી કરવા પ્રશાસને નોટિસ પાઠવતા વિવાદ સર્જાયો. નોટિસમાં સૂચના અપાઈ છે કે, જો વિસ્તાર ખાલી નહીં કરાવાય તો દબાણો તોડી પડાશે. નોટિસ મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાની કોળી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા. વિમલ ચુડાસમા અનુસાર, 1993માં સોમનાથ ટ્રસ્ટે કોળી સમાજને જમીન આપી હતી..જેના દસ્તાવેજો પણ અમારી પાસે છે.




















