શોધખોળ કરો
Advertisement
શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ, 156નાં મોત, 400 ઘાયલ
શ્રીલંકામાં કુલ પાંચ વિસ્ફોટ થયા છે જેમાં ત્રણ ચર્ચમાં જ્યારે અન્ય બે હોટલમાં થયા છે
નવી દિલ્હીઃ શ્રીલંકાની રાજધાની કોલંબો અને અન્ય હિસ્સામાં અનેક વિસ્ફોટ થયા હતા. શ્રીલંકાઇ મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટ શ્રીલંકાના અનેક હિસ્સામાં થયા છે. એક રિપોર્ટ અનુસાર ઇસ્ટરના પર્વ દરમિયાન પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં બોમ્બ વિસ્ફોટ થતાં 156 લોકોના મોત થયા છે જ્યારે 400થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
પ્રારંભિક અહેવાલ અનુસાર, કોચ્ચીકેડ ચર્ચમાં વિસ્ફોટ થયો છે. એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોચ્ચિકેડ કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચના પરિસરમાં એક વિસ્ફોટની સૂચના મળી છે. બટિકાલોઆ, નેગોમબો અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલમાં વિસ્ફોટ થયા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સાથે તેમણે લોકોને તપાસમા સહયોગ કરવાની અપીલ પણ કરી છે. રાષ્ટ્રપતિએ હુમલાખોરોને શોધવાના આદેશ આપ્યા છે.
વિસ્ફોટની નિંદા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની નિંદા કરું છું. આપણા ક્ષેત્રમાં આ પ્રકારની બર્બરતાને કોઇ સ્થાન નથી. ભારત એકજૂટતા સાથે શ્રીલંકાના લોકો સાથે છે. મોદીએ કહ્યું કે, માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે અને ઘાયલો માટે અમારી પ્રાર્થના છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું કે તે શ્રીલંકામાં આવેલા ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. અમે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છીએ.
Multiple explosions in Colombo and other parts of Sri Lanka, reports Sri Lankan media. More details awaited pic.twitter.com/WunBhnt5EA
— ANI (@ANI) April 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement