FATF: રશિયાએ ભારતને તેલ અને હથિયાર ડીલ રદ્દ કરવાની આપી ધમકી, બ્લૂમબર્ગના રિપોર્ટમાં દાવો
FATFની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે
યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયાએ કહ્યું છે કે જો ભારત રશિયાને FATFની 'બ્લેક લિસ્ટ' અથવા 'ગ્રે લિસ્ટ'માં સામેલ થવાથી નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઉર્જા કરારને રદ્દ કરી દેશે.
The FATF has updated its statements identifying high-risk and other monitored jurisdictions. Nigeria has entered the FATF’s Jurisdictions under Increased Monitoring list, often referred to as the 'grey list', following the conclusion of the FATF Plenary.#Nigeria
— FATF (@FATFNews) February 24, 2023
1/2 pic.twitter.com/6Jet1E1Jyv
FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. FATFની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે અને તેને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવે છે.
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને FATF લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધને કારણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જૂનમાં રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોતાને આર્થિક રીતે વિખૂટા પડતું બચાવવા માટે ભારતને સંરક્ષણ અને ઉર્જા કરાર રદ્દ કરવાની ધમકી આપી રહ્યુ છે.
FATF એ ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. રશિયાની સદસ્યતા રદ કરતી વખતે FATFએ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી FATFના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી કાર્યવાહી ઉશ્કેરણીજનક છે. સભ્યપદ રદ થયા બાદથી FATF રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં એક રશિયન રાજ્ય એજન્સીએ ભારતને ચેતવણી આપી હતી કે જો FATF રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરે છે, તો તેના ઉર્જા, સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રે ખૂબ ગંભીર પરિણામો આવશે. રશિયન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, "આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. આ રશિયા તરફથી અણધાર્યા અને નકારાત્મક પરિણામો અંગેની એક પ્રકારની ચેતવણી છે."
રશિયન એજન્સીએ ભારતને FATFના આ પગલાને રાજકીય અને ગેરકાયદેસર ગણાવી તેનો વિરોધ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે જો રશિયાને પણ ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે તો તે ભારત માટે મુશ્કેલીઓનું કારણ બનશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતે આ ચેતવણીઓનો જવાબ આપ્યો છે કે નહીં. આ સિવાય રશિયા કે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ભારત પર શું અસર થશે
યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પહેલાથી જ ઘણા પ્રતિબંધો લગાવી દીધા છે. આ પછી રશિયાએ પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે ચીન, ભારત અને તાઈવાન જેવા દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. જો કે, જો FATF રશિયાને બ્લેકલિસ્ટ કરે છે, તો આ દેશોને પણ રશિયા સાથે વેપાર કરવો અત્યંત મુશ્કેલ બનશે. જેના કારણે રશિયન અર્થવ્યવસ્થા પડી ભાંગી શકે છે.
જો FATF રશિયાને બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં મૂકે છે, તો તેલ કંપની રોઝનેફ્ટ અને નાયરા એનર્જી લિમિટેડ વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગને અસર થઈ શકે છે. રશિયન શસ્ત્રો અને સૈન્ય સાધનોની નિકાસની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ પણ જોખમમાં આવી શકે છે.