(Source: ECI/ABP News/ABP Majha)
કેલિફોર્નિયાની રાજધાની સેક્રામેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ, 6 લોકોના મોત અનેક ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા નવ ઘાયલ થયા છે. સેક્રામેન્ટો પોલીસે આ માહિતી આપી હતી.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા નવ ઘાયલ થયા છે. સેક્રામેન્ટો પોલીસે આ માહિતી આપી હતી. સેક્રામેન્ટો પોલીસ વિભાગે જણાવ્યું કે ગોળીબાર રવિવારે સવારે થયો હતો. ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં લોકો રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા જ્યારે બેકગ્રાઉન્ડમાં ગોળીબાર સંભળાતો હતો. અનેક એમ્બ્યુલન્સ પણ સ્થળ પરથી જતી જોવા મળી હતી.
ADVISORY: 9th St to 13th St is closed between L St & J St as officers investigate a shooting with multiple victims. Conditions unknown at this time. Please avoid the area as a large police presence will remain and the scene remains active. Please follow this thread for updates. pic.twitter.com/lGhUJCnLWe
— Sacramento Police (@SacPolice) April 3, 2022
જો કે, પોલીસે આ ઘટના અંગે કોઈ વિસ્તૃત માહિતી આપી નથી, પરંતુ એક ટ્વીટમાં જણાવ્યું છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ફોન પર સેક્રામેન્ટો પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જે જગ્યાએ ફાયરિંગની ઘટના બની ત્યાં ઘણી રેસ્ટોરાં અને બાર આવેલ છે. લોકોને આ સ્થળ તરફ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
સામુદાયિક એક્ટિવિસ્ટ બેરી ઓક્યુઈસે કહ્યું કે તે ગોળીબાર બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેણે કહ્યું, મેં ઘણા ઘાયલ લોકોને જોયા છે. એક છોકરીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એક છોકરી બૂમો પાડી રહી હતી કે તેની બહેનને ગોળી વાગી છે. એક મહિલા તેના પુત્રને શોધી રહી હતી. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાક. PM ઈમરાન ખાન સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ
પાકિસ્તાનમાં મોટું રાજકારણ રમાયું અને રાજકીય ઘટનાક્રમ ચાલ્યો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રદ થઈ ચુક્યો છે અને સંસદ પણ ભંગ થઈ ચુકી છે. આ સાથે વિપક્ષના નેતાઓ સવારથી નેશનલ એસેંબલી (સંસદમાં) હાજર છે અને હજી સુધી એસેંબલી પર કબ્જો કરીને બેઠા છે. વિપક્ષે તો પોતાના નવા પ્રધાનમંત્રી પણ પસંદ કરી લીધા છે.