શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં વ્હાઇટ હાઉસ બહાર ગોળીબાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અધવચ્ચે જ પ્રેસ કોન્ફરન્સ છોડી
ઘટના બાદ ટ્રમ્પને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુદ એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં વ્હાઇટ હાઉસ બહાર ગોળીબારના અહેવાલ સામે આવ્યા છે. કહેવાય છે કે, જે સમયે ગોળીબાર થયો તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ઘટના બાદ ટ્રમ્પને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુદ એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, કોઈ વ્યક્તિને ગોળી વાગી છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ગોળીબાર બાદ ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ છોડવી પડી હતી.
ટ્રમ્પે કહ્યું કે, ‘વ્હાઇટ હાઉસ બહાર ગોળીબાર થયો. પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. હું સિક્રેટ સર્વીસના કર્મચારીઓને હંમેશા તેમના તાત્કાલીક અને પ્રભાવી કાર્ય કરવા માટે ધન્યવાદ આપવા માગુ છું. કોઈ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. લાગે છે કે એ વ્યક્તિને સીક્રેટ સર્વિસ તરફથી ગોળી મારવામાં આવી છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement