France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
France Elections 2024 : ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો.
France Elections 2024 : બ્રિટનમાં સત્તા પરિવર્તન પછી લોકોએ ફ્રાન્સમાં પણ સત્તા પરિવર્તન કર્યું છે. ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો. સોમવારે પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 577 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી ડાબેરી ન્યુ પોપ્યુલર ફ્રન્ટ એલાયન્સને 182 સીટો મળી છે. ઇમેન્યુઅલ મેક્રોનની રેનેસા પાર્ટી બીજા સ્થાને હતી, રેનેસામાત્ર 163 બેઠકો જીતી શકી હતી. દક્ષિણપંથી નેશનલ રેલી ગઠબંધનને 143 બેઠકો મળી છે. ત્રણ મોટા પક્ષોમાંથી કોઈ પણ બહુમતી હાંસલ કરી શક્યું નથી. ફ્રાન્સમાં બહુમતી મેળવવા માટે 289 બેઠકો જીતવી જરૂરી છે. જો કોઈ પક્ષને બહુમતી ન મળે તો ફ્રાન્સમાં ગઠબંધન સરકાર બનશે તે નિશ્ચિત છે.
A 1h du matin les affrontements se poursuivent à #Paris autour de la place de la République après les célébrations de la victoire du #NFP aux #ElectionsLegislatives2024. pic.twitter.com/JjbVzuy0Zj
— CLPRESS / Agence de presse (@CLPRESSFR) July 7, 2024
ચૂંટણી પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હતી
ડાબેરી ગઠબંધનને વધુ બેઠકો મળવાને કારણે રાજધાની પેરિસ સહિત સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી હતી. પરિણામ આવ્યા બાદ વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસા શરૂ કરી દીધી. વીડિયોમાં પ્રદર્શનકારીઓ આગચંપી કરતા જોવા મળી રહ્યા છે. હિંસાને જોતા દેશભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, વિવિધ સ્થળોએ વિરોધીઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી. હિંસા બાદ ભીડને વિખેરવા માટે પોલીસે અનેક સ્થળોએ ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
France’s leftist New Popular Front wins a shock victory – but now the hard part begins
— FRANCE 24 English (@France24_en) July 7, 2024
➡️ https://t.co/HvjozklSZB pic.twitter.com/1HwfAjRnS7
વડાપ્રધાને રાજીનામું આપ્યું
ચૂંટણી પરિણામો આવ્યા બાદ હારની જવાબદારી લેતા વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટલે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા વડાપ્રધાન નહીં બને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહેશે. ગેબ્રિયલ અટ્ટલે કહ્યું કે અમારી પાસે બહુમતી નથી તેથી હું મારું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપીશ. પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણપંથી નેશનલ રેલીના લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા. પોલીસે પેરિસમાં ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
કાર્યકાળ 2027 સુધી હતો, સંસદ ભંગ કરાઇ હતી
વાસ્તવમાં ફ્રાન્સમાં ગઠબંધન સરકાર ચાલી રહી હતી. તેમનો કાર્યકાળ 2027માં સમાપ્ત થવાનો હતો, પરંતુ યુરોપિયન યુનિયનમાં મોટી હારને કારણે રાષ્ટ્રપતિ મેક્રોને સંસદ ભંગ કરી દીધી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ગઠબંધન સરકારના કારણે કેટલાક બિલ પાસ કરાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. દર વખતે કાયદો પસાર કરવા માટે તેમણે અન્ય પક્ષોનો ટેકો મેળવવો પડતો હતો. મેક્રોનની પાર્ટી હારી ગઈ પરંતુ તેઓ હજુ પણ પદ પર રહેશે. મેક્રોને કહ્યું કે કોઈ પણ જીતે તે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું નહીં આપે, પરંતુ નિયમો અનુસાર જો સંસદમાં પણ મેક્રોનની પાર્ટી હારે છે તો તેમના પર રાષ્ટ્રપતિ પદ છોડવાનું દબાણ થઈ શકે છે.