શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યુરોપના આ સમૃધ્ધ દેશે મુસ્લિમો અંગે લીધો મોટો નિર્ણય, મુસ્લિમોએ દેશમાં રહેવું હશે તો શું કરવું પડશે ?
નવા ચાર્ટર પ્રમાણે તમામ બાળકોને એક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને ખાતરી કરવામાં આવશે કે તેઓ સ્કૂલ જાય.
નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોં પોતાના નિવેદન અને નિર્ણયને લઈને મોટેભાગે ચર્ચામાં રહે છે. ફરી એક વખત તેમના એક નિર્ણયને કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. તેઓ ઇસ્લામિક કટ્ટરપંથનો સામનો કરવા માટે પોતાની નવી યોજનાને લઈને મુસ્લિમ દેશોના નિશાના પર આવી ગયા છે.
શું છે નવી યોજના
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોએ દેશના મુસ્લિમ નેતાઓને ‘ચાર્ટ ઓફ રિપબ્લિક વેલ્યૂઝ’ પર સહમતિ આપવા માટે કહ્યું છે. તેને લઈને વિવાદ છે.
મૈક્રોંના નવા ચાર્ટર પ્રમાણે ઇસ્લામ એક ધર્મ છે અને આનાથી કોઈ પણ પ્રકારના રાજકીય આંદોલનને જોડી ના શકાય. ચાર્ટર અંતર્ગત ફ્રાન્સના મુસ્લિમ સંગઠનોમાં કોઈ પણ પ્રકારના વિદેશી હસ્તક્ષેપને પ્રતિબંધિત કરવામાં આવી શકાશે. મૈક્રોંએ ચાર્ટરને સ્વીકાર કરવા માટે ફ્રેન્ચ કાઉન્સિલ ઑફ ધ મુસ્લિમ ફેધ (CFCM)ને 15 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. સરકાર અને મુસ્લિમ સમુદાયની વચ્ચે પુલનું કામ કરનારા સંગઠન CFCMના 8 નેતાઓએ મૈક્રોં અને ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિનને બુધવારના આ સંબંધમાં વાતચીત પણ કરી.
રિપોર્ટ પ્રમાણે સીએફસીએમએ નેશનલ કાઉન્સિલ ઑફ ઇમામ બનાવવા પર સહમતિ આપી દીધી છે જે ફ્રાન્સમાં ઇમામોને સત્તાવાર માન્યતા આપશે. નિયમોના ઉલ્લંઘન પર ઇમામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અલ અરબિયા પ્રમાણે મૈક્રોંએ સીએફસીએમના સભ્યો સાથે થયેલી બેઠકમાં કહ્યું કે, ઇસ્લામને લઇને તમામ પ્રકારની શંકાઓથી બહાર નીકળવું ઘણું જ જરૂરી છે. મૈક્રોંએ કહ્યું કે, તેમને લાગે છે કે અનેક મુદ્દા પર સભ્યોનું વલણ સ્પષ્ટ નથી. ઇમામોની નવી કાઉન્સિલ બન્યા બાદ ફક્ત મુસ્લિમ સમુદાયના ધાર્મિક નેતાઓને પરમિટ આપવામાં આવશે, એટલું જ નહીં, મૈક્રોંના ચાર્ટર ઉલ્લંઘન કરવા પર તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકાશે.
ઉપરાંત તેમાં ફ્રેન્ચ ભાષા ફરજિયાત હશે અને એકેડમિક ડીગ્રીઓ પણ જરૂરી હશે. મૈક્રોંને આશા છે કે નેશનલ કાઉન્સિલ ઓફ ઇમામ્સ બનવાની સાથે જ ચાર વર્ષની અંદર, તુર્કી, મોરક્કો અને અલ્જીરિયાના અંદાજે 300 ઇમામોને હટાવી શકાશે. ઉપરાં, સરકારી અધિકારીઓ સાથે ધાર્મિક આધાર પર કોઈપણ જાતનો વાદ વિવાદ કરનાર વિરૂદ્ધ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ફ્રાન્સની સરકારે કટ્ટરપંથને રોકવા માટે અન્ય પગલાઓ પણ રજૂ કર્યા છે. આમાં ઘરેથી થનારા અભ્યાસ પર પણ પ્રતિબંધ છે. નવા ચાર્ટર પ્રમાણે તમામ બાળકોને એક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને ખાતરી કરવામાં આવશે કે તેઓ સ્કૂલ જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion