(Source: ECI/ABP News/ABP Majha)
France Riots: 17 વર્ષના છોકરાના મૃત્યુથી સળગ્યું આખું ફ્રાન્સ, જાણો કોણ હતો તે ને શું કરતો હતો ?
ટ્રાફિક તપાસ દરમિયાન નાહેલની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યું હતુ કે પોલીસકર્મી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 17 વર્ષીય નાહેલને ગોળી મારી દે છે
France Protests: ફ્રાન્સમાં સતત ચાર દિવસથી રમખાણો થઇ રહ્યાં છે, અને ઠેર ઠેર હિંસા ફાટી નીકળી છે. ખરેખરમાં ફ્રાન્સમાં મંગળવારે પોલીસની ગોળીથી 17 વર્ષના છોકરાનું મોત થયું હતું. આ ઘટના બાદથી દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે. પોલીસની ગોળીથી નાહેલ નામના છોકરાનું મૃત્યુ થઇ ગયુ છે, તેને આજે ચાર દિવસ વીતી ગયા છે, પરંતુ ફ્રાન્સમાં આગચંપી, તોડફોડ અને હંગામો બંધ થવાનું નામ નથી લઇ રહ્યો.
ટ્રાફિક તપાસ દરમિયાન નાહેલની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યું હતુ કે પોલીસકર્મી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 17 વર્ષીય નાહેલને ગોળી મારી દે છે. આ પછી નાહેલનું મૃત્યુ થઇ જાય છે. જોકે, આ મોત બાદ જ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે. પોલીસે અત્યાર સુધી આ હિંસક રમખાણોમાં 1000 લોકોની ધરપકડ કરી છે. દોષિત પોલીસ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે. આટલુ બધુ થયા પછી પણ ફ્રાન્સમાં હિંસા નથી અટકી રહી.
જાણો આ હિંસામાં માર્યો ગયેલો 17 વર્ષનો છોકરો નાહેલ કોણ હતો -
- નાહેલ ટેકવે ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને તેની માતા માટે તે એકમાત્ર આધાર હતો. તેને રગ્બી રમવાનું ગમતું હતું અને છેલ્લા ત્રણ વર્ષથી પાઇરેટ્સ ઓફ નેન્ટેરે રગ્બી ક્લબનો એક્ટિવ સભ્ય હતા. નાહેલની માતા મૌનિયાનો દાવો છે કે, અલ્જેરિયન મૂળની હોવાને કારણે પોલીસે તેનો ચહેરો જોઈને તેને ગોળી મારી દીધી હતી.
- મૃતક છોકરાની માતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેને ઈલેક્ટ્રીશિયન બનવામાં રસ હતો કારણ કે તેને વાંચન-લખવાનું ગમતુ ન હતુ, આ માટે નાહેલે કૉલેજમાં એડમિશન પણ લીધું હતું.
- નાહેલ જે રગ્બી ક્લબનો સભ્ય હતો તેના પ્રમુખે જણાવ્યું કે, નાહેલ ખૂબ જ મહેનતુ છે. તેને આગળ વધવાની આતુરતા હતી. તે પોતાની જાતને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રાખતો હતો.
- ફ્રાન્સમાં ફાટી નીકળેલા વિવાદ પર નાહેલના પરિવારના વકીલ, યાસિન બોઝરુનું કહેવું છે કે, ઘટનાને માત્ર જાતિવાદના પ્રિઝમ દ્વારા જોવાને બદલે ન્યાય મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- નાહેલની માતાએ પુત્રની હત્યા માટે ન્યાયની માંગ કરતા જણાવ્યું કે, પુત્રના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે.
Join Our Official Telegram Channel: