સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચૂંટાયા Emmanuel Macron, યુક્રેનના રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન
ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા છે
પેરિસઃ ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા છે. તેમણે marine le penને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. અગાઉના અંદાજમાં મેક્રોન લગભગ 57-58% વોટ જીતી રહ્યા હતા.
#UPDATE Projections show Emmanuel Macron winning reelection with between 57.6% and 58.2% of the vote, defeating far-right leader Marine Le Pen pic.twitter.com/RkT62CbboI
— AFP News Agency (@AFP) April 24, 2022
બીજી તરફ મેક્રોનની જીત બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. તેમના સમર્થકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા. ફ્રેન્ચ અને યુરોપિયન યુનિયનના ધ્વજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી.
#UPDATE In a victory speech at the base of the Eiffel Tower, French president Emmanuel Macron vowed a "renewed method" to governing the country in his second term and that he would seek to answer the "anger and disagreements that led many ... to vote for the extreme right" pic.twitter.com/pvTlO59cZZ
— AFP News Agency (@AFP) April 24, 2022
બ્રિટનના વડાપ્રધાન જોનસને પણ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વીટ કરીને મેક્રોનને અંગ્રેજી અને ફ્રેન્ચમાં અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યુ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે તમારી ફરીથી પસંદગી બદલ અભિનંદન. ફ્રાન્સ આપણા સૌથી નજીકના અને સૌથી મહત્વપૂર્ણ સહયોગીઓમાંનું એક છે. હું એવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું જે આપણા દેશો અને વિશ્વ બંને માટે સૌથી મહત્વપૂર્ણ છે.
ઇટાલિયન વડાપ્રધાન મારિયો ડ્રેગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇમેન્યુઅલ મેક્રોનની જીત સમગ્ર યુરોપ માટે સારા સમાચાર છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે લોકશાહીની જીત, યુરોપની જીત."
યુરોપિયન નેતાઓના એક જૂથે મેક્રોનની જીતની પ્રશંસા કરી કારણ કે ફ્રાન્સે રશિયાને પ્રતિબંધો અને યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ટ્વિટ કરીને કહ્યું કે અમે સાથે મળીને ફ્રાન્સ અને યુરોપને આગળ લઈ જઈશું.
મેક્રોનની જીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઝેલેન્સકીએ રવિવારે મેક્રોનને યુક્રેનના સાચા મિત્ર ગણાવ્યા અને તેમના સમર્થનની પ્રશંસા કરી હતી. ફ્રેંચમાં ટ્વીટ કરીને ઝેલેન્સકીએ કહ્યું મને વિશ્વાસ છે કે અમે સાથે મળીને સંયુક્ત વિજય તરફ આગળ વધીશું. એક મજબૂત અને સંયુક્ત યુરોપ તરફ.
ચૂંટણી જીત્યા બાદ મેક્રોને કહ્યું કે અમારે ઘણું કરવાનું છે અને યુક્રેનનું યુદ્ધ અમને યાદ અપાવે છે કે આપણે દુખદ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં ફ્રાન્સે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. નોંધનીય છે કે મેક્રોન 20 વર્ષમાં ફરીથી ચૂંટણી જીતનાર પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે.