France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
French PM Michel Barnier: વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકારને ઉથલાવી દીધી હતી.
French PM Michel Barnier: ફ્રાન્સમાં બુધવારે એક મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકારને ઉથલાવી દીધી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ વધુ ઘેરી બન્યું છે. અવિશ્વાસનો મત હારી જતાં ફ્રાંસની સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારને આ રીતે હટાવવામાં આવી હોય. નોંધનીય છે કે ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ 331 સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે સરકારને તોડવા માટે માત્ર 288 વોટની જરૂર હતી.
French PM Michel Barnier's government loses confidence vote, gets removed in less than 3 months
— ANI Digital (@ani_digital) December 4, 2024
Read @ANI Story | https://t.co/NLu8Jcwq2G#France #MichelBarnier #FrenchPM #ConfidenceVote pic.twitter.com/gOWbUPA3FK
ત્રણ મહિનામાં સરકાર પડી
નોંધનીય છે કે બાર્નિયરની સરકાર માત્ર ત્રણ મહિના જ ચાલી શકી હતી. અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગયા પછી બાર્નિયરે હવે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાનું રાજીનામું સુપરત કરવું પડશે.
બાર્નિયર અલ્પમતની સરકાર ચલાવતા હતા
નોંધનીય છે કે ફ્રાન્સમાં જૂલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. આ પછી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સપ્ટેમ્બરમાં મિશેલ બાર્નિયરના નેતૃત્વમાં સરકારની જાહેરાત કરી હતી. જે બાદ 73 વર્ષીય બાર્નિયર સરકાર ચલાવી રહ્યા હતા.
શા માટે સાંસદો બાર્નિયર વિરુદ્ધ થયા?
તાજેતરમાં તેમના દ્વારા લાવવામાં આવેલા સામાજિક સુરક્ષા બજેટને લઈને ફ્રાન્સમાં તણાવ વધ્યો હતો. તેમણે આ બજેટમાં ટેક્સ વધારવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયનો દેશના ડાબેરી અને જમણેરી પક્ષોએ વિરોધ કર્યો હતો અને આ કાપ ઘટાડવાની માંગ કરી હતી. પરંતુ બાર્નિયરની સરકારે મતદાન કર્યા વિના આ બજેટ પસાર કરવાનું નક્કી કર્યું. વિરોધ પક્ષોએ પણ આનો વિરોધ કર્યો હતો. આ પછી વિરોધ પક્ષોએ બુધવારે બાર્નિયરની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી હતી.
AirStrike: ઇઝરાયેલનો હિઝબુલ્લાહ પર ફરી મોટો એટેક, યુદ્ધવિરામની વચ્ચે એરસ્ટ્રાઇકમાં 11 લોકોના મોત