George Soros Row: રાહુલનું સોરોસ કનેક્શન!, ભારત જોડો યાત્રામાં સામેલ થયા George Sorosના લોકો? ભાજપે કોગ્રેસ પર કર્યા પ્રહાર
અબજોપતિ હંગેરિયન-અમેરિકન રોકાણકાર જ્યોર્જ સોરોસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા પછી ભાજપે કોગ્રેસ પર પ્રહારો કર્યા છે
BJP Slams Congress Over George Soros Row: અબજોપતિ હંગેરિયન-અમેરિકન રોકાણકાર જ્યોર્જ સોરોસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા પછી ભાજપે કોગ્રેસ પર પ્રહારો કર્યા છે. જો કે કોંગ્રેસે જ્યોર્જ સોરોસના નિવેદનને સમર્થન આપ્યું નથી.
India stands united against anti-India rants of George Soros. As a nation we are capable of dealing with such feeble pygmies, the more worrisome part is his aide Salil Shetty, VP of an NGO funded by George Soros walking hand in hand with Rahul GHANDY during Bharat Todo Yatra pic.twitter.com/s1vvh97ISH
— Gaurav Bhatia गौरव भाटिया (@gauravbh) February 17, 2023
ભાજપનો આરોપ છે કે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માં જ્યોર્જ સોરોસના માણસોએ ભાગ લીધો હતો. ભાજપના નેતાઓએ 'ઓપન સોસાયટી ફાઉન્ડેશન' નામની બિન-સરકારી સંસ્થા (એનજીઓ)નું નામ લીધું છે. ભાજપના નેતાઓ દાવો કરે છે કે આ એનજીઓ જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેના ઉપપ્રમુખ સલિલ શેટ્ટીએ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માં ભાગ લીધો હતો.
જ્યોર્જ સોરોસને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે (17 ફેબ્રુઆરી) સલિલ શેટ્ટીની તસવીરો ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, “ભારત જ્યોર્જ સોરોસની ભારત વિરોધી નિંદા સામે એકજુટ છે. એક રાષ્ટ્ર તરીકે આપણે આના જેવા નબળા વામન સાથે કેવી રીતે કામ કરી શકીએ, વધુ ચિંતાજનક બાબત એ છે કે તેમના સાથીદાર સલિલ શેટ્ટી કે જેઓ જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એનજીઓના વાઇસ પ્રેસિડેન્ટ છે જે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે ચાલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઓપન સોસાયટી ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ પહેલા સલિલ શેટ્ટી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જનરલ સેક્રેટરી હતા. તેમણે કથિત રીતે કોરોના સમયગાળા દરમિયાન ફાઈઝર અને મોડર્ના રસીના ઉપયોગની હિમાયત કરી હતી. તે CAA વિરોધી પ્રદર્શનમાં પણ જોવા મળ્યા હતા.
કોણ છે જ્યોર્જ સોરોસ અને શું છે વિવાદ?
જ્યોર્જ સોરોસ હંગેરિયન-અમેરિકન રોકાણકાર છે. તેમના પર દેશોની સરકારોને અસ્થિર કરવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ગુરુવારે (16 ફેબ્રુઆરી) મ્યુનિક સુરક્ષા પરિષદમાં બોલતા સોરોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના પીએમ મોદી અદાણીના શેરની હેરાફેરી અને તેના પતન પર મૌન છે પરંતુ તેમણે વિદેશી રોકાણકારોને અને સંસદમાં જવાબ આપવો પડશે.