રશિયાના હુમલા બાદ NATOની મોટી જાહેરાત, યુક્રેન પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે આર્મી
યુક્રેન પર રશિયાના હુમલા બાદ NATO એ મોટી જાહેરાત કરી છે. રશિયાના રોમાનિયામાં એક જહાજ પર થયેલા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોમાનિયા NATOનો સભ્ય દેશ છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ NATO એ મોટી જાહેરાત કરી છે. નાટો ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના હુમલાને પગલે યુએસ પ્રમુખ જો બાઇડેન સહિતના નેતાઓએ સહયોગી દેશોની સુરક્ષા માટે સૈનિકો તૈનાત કરવા માટે સહમતિ સધાઇ છે.
NATO ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે જણાવ્યું હતું કે નેતાઓએ NATO દેશોના સૈન્યની કેટલીક ટૂકડીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે કેટલા સૈનિકો તૈનાત કરવામાં આવશે. પરંતુ તેમણે કહ્યું આકાશ, જમીન અને સમુદ્ર શક્તિનો સમાવેશ થાય છે. રશિયાના રોમાનિયામાં એક જહાજ પર થયેલા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોમાનિયા NATOનો સભ્ય દેશ છે.
જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે રશિયાનો હેતુ યુક્રેન પૂરતો મર્યાદિત નથી. આવી સ્થિતિમાં સહયોગી દેશોમાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માત્ર યુક્રેનમાં નિર્દોષ લોકો પર વિનાશક રીતે ભયાનક હુમલો નથી, પરંતુ તે સમગ્ર યુરોપિયન સુરક્ષા વ્યવસ્થા પર પણ હુમલો છે, અને તેથી જ અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.
તેમણે કહ્યું કે રશિયાનો હેતું યુક્રેનની સરકાર બદલવાનો છે. યુક્રેનના સશસ્ત્ર દળો પ્રત્યે હું મારો આદર વ્યક્ત કરવા માંગુ છું, જેઓ ખરેખર વિશાળ આક્રમણકારી રશિયન સેના સામે ઊભા રહીને તેમની બહાદુરી અને હિંમત પુરવાર કરી રહ્યા છે.
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના