શોધખોળ કરો
Advertisement
COVID-19: PPE કિટ ના મળવાથી જર્મનીમાં ડૉક્ટરોએ નગ્ન થઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ
જર્મનીમાં ડૉક્ટરો પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE સૂટ)ની કમી સામે ઝઝૂમી રહ્યાં છે. મેડિકલ સ્ટાફ પીપીઇ સૂટ ના મળવાના કારણે વિરોધ કરી રહ્યો છે
નવી દિલ્હીઃ કોરોનાના કારણે આખી દુનિયા પ્રભાવિત થઇ ચૂકી છે. સંક્રમિતો દર્દીઓનો ઇલાજ કરી રહેલા ડૉક્ટરો હાલ સૌથી ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. તેમને અનેક પ્રકારની પરેશાનીઓની સામનો કરવો પડી રહ્યો છે. આવા જ રિપોર્ટ જર્મનીમાંથી સામે આવ્યા છે.
ખરેખરમાં, જર્મનીમાં ડૉક્ટરો પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE સૂટ)ની કમી સામે ઝઝૂમી રહ્યાં છે. મેડિકલ સ્ટાફ પીપીઇ સૂટ ના મળવાના કારણે વિરોધ કરી રહ્યો છે.
જર્મનીમાં ડૉક્ટરોની વિરોધ કરવાની રીત વાયરલ થઇ રહી છે. ખરેખરમાં ડૉક્ટરો PPE સૂટની માંગને લઇને નગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
નગ્ન અવસ્થામાં વિરોધ કરવાની રીતને લઇને ડૉક્ટરો કહી રહ્યાં છે કે, નગ્ન અવસ્થા એટલા માટે કે અમે સુરક્ષા વિના કેટલા અસુરક્ષિત હોઇએ છીએ. ડૉક્ટરોનુ માનવુ છે કે આ રીતે કદાચ ઓથોરિટી સમજી શકે કે અમે PPE સૂટ વિના કેટલા અસુરક્ષિત છીએ.
ઉલ્લેખનીય છે કે, જર્મનીમાં 1,58,758 કોરોનાના દર્દીઓ નોંધાયા છે, વળી અત્યાર સુધી 6 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement