(Source: ECI/ABP News/ABP Majha)
જો તમારી પાસે એક રૂપિયાનો આ સિક્કો છે તો તમે 10 કરોડ રૂપિયા કમાઇ શકો છો
જો તમને જૂના સિક્કા અથવા ચલણી નોટ એકઠા કરવાનો શોખ છે તો તમને તે કરોડપતિ બનાવી શકે છે. અનેકવાર લોકો જૂના સિક્કાને ખૂબ સંભાળી રાખે છે. આ સિક્કાઓની કિંમત હવે ખૂબ વધી ગઇ છે.
નવી દિલ્હીઃ જો તમને જૂના સિક્કા અથવા ચલણી નોટ એકઠા કરવાનો શોખ છે તો તમને તે કરોડપતિ બનાવી શકે છે. અનેકવાર લોકો જૂના સિક્કાને ખૂબ સંભાળી રાખે છે. આ સિક્કાઓની કિંમત હવે ખૂબ વધી ગઇ છે. આ સિક્કાના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે તમને અમે એવા જ એક રૂપિયાના સિક્કા અંગે જાણકારી આપીશું જે તમને કરોડપતિ બનાવી શકે છે.
તાજેતરમાં જ એક રૂપિયાનો સિક્કો ઓનલાઇન હરાજીમાં 10 કરોડ રૂપિયામાં વેચાયો હતો. તમે બરોબર વાંચી રહ્યા છો. વાસ્તવમાં આ સિક્કો સામાન્ય સિક્કો નહોતો. આ સિક્કો દુર્લભ સિક્કો હતો. આ સિક્કો અંગ્રેજોના જમાનાનો હતો અને તેના પર સન 1885 લખેલું હતું. જો તમારી પાસે પણ આ પ્રકારના જૂના સિક્કા હોય તો તેને આ રીતે હરાજીમાં મુકવાનો સમય આવી ગયો છે. સિક્કા સંગ્રહ કરવાનો તમારો શોખ તમને ઘર બેઠા આરામથી લાખો અને કરોડો રૂપિયા કમાવી આપે છે.
એવી ઘણી વેબસાઇટ છે જ્યાં લોકો પ્રોફાઇલ બનાવી શકે છે અને વેચાણ માટે પોતાનો સિક્કાના સંગ્રહાલયને લિસ્ટેડ કરી શકે છે. આવી જ એક વેબસાઇટ છે CoinBazzar જ્યાં તમારું નામ, ઇમેઇલ આઇડી અને ફોન નંબર જેવી પ્રાથમિક માહિતીઓ આપીને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. એકવાર લિસ્ટિંગ ઓનલાઇન થયા બાદ ખરીદદાર તમારો સીધો સંપર્ક કરશે અને કિંમત અંગે સીધી વાતચીત કરી શકાય છે.
જોકે, આ પ્રથમવાર નથી જ્યારે પ્રાચીન સિક્કાઓની ભારે બોલીઓ લાગી છે. આ અગાઉ આ વર્ષે જૂન મહિનામાં ન્યૂયોર્કમાં એક હરાજી દરમિયાન યુએસએમાં 1933ના એક સિક્કાની 18.9 મિલિયન ડોલર (138 કરોડ રૂપિયા) ની રેકોર્ડબ્રેક બોલી લાગી હતી. જ્યારે સિક્કાની મૂળ કિંમત ફક્ત 20 ડોલર (1400 રૂપિયા) હતી. આ માટે હરાજી 138 કરોડ રૂપિયામાં ખત્મ થઇ હતી. ન્યૂયોર્ક શહેરમાં સોથબીમાં હરાજીમાં મીડિયા પૂર્વાવલોકન દરમિયાન જૂના સિક્કા જોવા મળ્યા હતા.
786 સીરિટલ નંબરની ચલણી નોટ પણ સિક્કા એકઠા કરનારા શોખીનોને આકર્ષિત કરે છે. આ ચલણી નોટને અનેક લોકો ભાગ્યશાળી માને છે જે તેને મેળવવા માટે મોટી રકમ આપવા તૈયાર થાય છે. કેટલાક કિસ્સાઓમાં હરાજી ત્રણ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.