H-1B Visa: H1 B વિઝાધારકો માટે મોટા સમાચાર, ભારતીયો જાણીને થઈ જશે ખુશ
H-1B Visa News: અમેરિકાના એચ-૧બી વિઝા ભારતીય પ્રોફેશનલ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે. બાઈડેનનું આ પગલું હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને લાભ કરાવશે.
H-1B Visa: એચ1 B વિઝા ધારકો માટે મોટા સમાચાર છે. આ સમાચાર વાંચીને અમેરિકામાં રહેતા એચ1 બી વિઝા ધારકો આનંદથી ઝૂમી ઉઠશે. અમેરિકામાં એચ-૧બી વિઝા મારફત કામ કરી રહેલા પ્રોફેશનલ લોકોના જીવનસાથીને પણ હવે અમેરિકામાં નોકરી કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. બાઈડેન સરકાર એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને ઓટોમેટિક (આપમેળે) નોકરીની મંજૂરી આપવા પર કામ કરી રહી છે. બાઈડેન સરકારના આ પગલાંનો સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળશે. અમેરિકાના એચ-૧બી વિઝા ભારતીય પ્રોફેશનલ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે. બાઈડેનનું આ પગલું હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને લાભ કરાવશે.
એચ1 બી વિઝાધારકના પતિ કે પત્નીએ કયા વિઝા લેવા પડતા હતા
અમેરિકન સરકારે એક કાયદાકીય કાર્યવાહીના પગલે આ નિર્ણય લીધો છે. અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશન (એઆઈએલએ)એ આ વખતે ઉનાળામાં પ્રવાસીઓના જીવનસાથી તરફથી કેસ નોંધાવ્યો હતો. અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા તરફથી એચ-૧બી વિઝાધારકોના એકદમ નજીકના સ્વજનો (એટલે કે પતિ, પત્ની અથવા ૨૧ વર્ષથી ઓછી વયના સંતાનો)ને આ સુવિધા અપાશે. તેમને અગાઉ નોકરી કરવા માટે મંજૂરી મેળવવા એચ-૪ વિઝા લેવા પડતા હતા. આ વિઝા અમેરિકામાં રોજગાર આધારિત કાયદેસરના પીઆરના દરજ્જા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી હોય તેવા લોકોને અપાય છે.
હવે શું થશે બદલાવ
આ ઉનાળામાં ઈમિગ્રન્ટ્સના જીવનસાથીઓ તરફથી અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશને કેસ કર્યો હતો. ત્યાર પછી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને વર્ક પરમિટ આપવા સમજૂતી કરી હતી. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ વિરુદ્ધ ૧૫ પ્લેન્ટિફ (જેમાં મોટાભાગે ભારતીય પતિ-પત્ની છે) દ્વારા દાખલ એક ક્લાસ-એક્શન સૂટ મુજબ એક સમજૂતી કરાઈ હતી. આ સમજૂતી મુજબ જે લોકો ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર પર અમેરિકામાં નિયુક્ત છે, તેમના જીવનસાથીએ હવે અમેરિકામાં કામ કરવા માટે વર્ક ઓથોરાઈઝેશન માટે અરજી કરવી પડશે નહીં
શું છે એચ-1 બી અને એચ-4બી વિઝા
એઆઈએલએના ઝોન વાસડેને તેમની અરજીમાં કહ્યું હતું કે, એચ-૪બી વિઝાધારકો એવા લોકો છે, જેમણે હંમેશા રોજગારની સંમતિના દસ્તાવેજો ઓટોમેટિક લંબાવવા માટે નિયમનકારી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને થિયરોટિકલ અથવા ટેક્નિકલ નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓની જરૂરિયાત પૂરી કરે છે. અમેરિકન કંપનીઓ એચ-૧બી વિઝા મારફત ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રત્યેક વર્ષે હજારો પ્રોફેશનલ્સની ભરતી કરે છે. એચ-૪ વિઝા એવા લોકોને અપાય છે, જે તેમના સ્વજન હોય અને એચ-૧બી વિઝાધારકો સાથે મળીને અમેરિકામાં રહે છે. જોકે, હવે નવા નિર્ણય મુજબ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસની નીતિઓ હેઠળ એચ-૪ વિધાઝારકો પર પહેલા જે સ્ટે મૂકાયો હતો તે હવે નહીં લાગે.
એઆઈએલએએ જો બાઈડેન તંત્રના આ નિર્ણયને મોટી ઉપલબ્ધી ગણાવતા કહ્યું કે, ઓબામા તંત્રે કેટલાક વિશેષ એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને કામ કરવાની મંજૂરી આપી હતી. તેમના ચૂકાદા પછી અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધુ એચ-૪બી વિઝાધારકોને કામ કરવાની મંજૂરી મળી ચૂકી છે, તેમાં મોટાભાગે ભારતીય-અમેરિકન મહિલાઓ છે.