શોધખોળ કરો
સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્નીનું મોત, દીકરીનો આબાત બચાવ
વાગરા તાલુકાના કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે છેલ્લા આઠ-દસ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા.
ભરૂચઃ સાઉથ આફ્રિકાના મેરિસ્ક બર્ડમાં ભરૂચના પરિવારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું છે. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે. વાગરા તાલુકાના કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે છેલ્લા આઠ-દસ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા.
આ દુર્ઘટનાને પગલે ભરૂચના કોલવણામાં રહેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવાર રાત્રીના સમયે સંબંધીને ત્યાં મળવા જઇ રહ્યો હતો, તે સમયે કાર અકસ્માત નડ્યો હતો. જેમાં દંપતિ સાકીર પટેલ અને રોજમીના પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીની આબાદ બચાવ થયો હતો.
સાકીરભાઈ સંબંધીના ત્યાં સમયસર ન પહોંચતા તેઓએ સાકીરભાઇને ફોન કર્યો હતો, પરંતુ, અન્ય વ્યક્તિએ ફોન ઉપાડી કારને અકસ્માત થયો હોવાની વાત કહી હતી. જેથી તેમના સંબંધીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement