અમેરિકામાં ફરી ગુજરાતીઓ પર હુમલો! મહેસાણાના પટેલ પરિવારના બાપ-દીકરીની કરપીણ હત્યાથી ફફડાટ!
વર્જિનિયામાં સ્ટોરમાં ઘૂસી અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી, આરોપીની ધરપકડ.

Gujarati family murder in USA: અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુએસના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના એક પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો પિતા અને પુત્રી છે, જેઓ મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વિ પ્રદિપકુમાર પટેલ વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં એક સ્ટોરમાં હાજર હતા. તે સમયે એક અશ્વેત વ્યક્તિ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં પ્રદિપકુમાર પટેલ અને તેમની પુત્રી ઉર્વિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગોળીબાર કરનાર અશ્વેત શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આ હત્યાકાંડના કારણોની તપાસ કરી રહી છે. જો કે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
અમેરિકામાં મૂળ મહેસાણાના પિતા-પુત્રીની આ કરપીણ હત્યાના સમાચારથી ગુજરાતમાં તેમના વતન કનોડા ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને ગામના લોકો આ ઘટનાથી સ્તબ્ધ છે. બીજી તરફ, અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં આ ઘટનાને પગલે ભયની લાગણી ફેલાઈ ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતાઓ વધારી દીધી છે. મૃતક પ્રદિપકુમાર પટેલ અને તેમની પુત્રી ઉર્વિના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે અને આ દુઃખદ ઘટનામાં તેમને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં હત્યાના કારણો બહાર આવે તેવી શક્યતા છે.
એકોમેક કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, ઓનાનકોકના 44 વર્ષીય જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વોર્ટન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વ્હાર્ટનને હાલમાં એકોમેક કાઉન્ટી જેલમાં કોઈ બોન્ડ વિના રાખવામાં આવ્યો છે. તેના પર નીચે મુજબના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે:
- પ્રથમ ડિગ્રી હત્યા (1લી ડિગ્રી મર્ડર)
- પ્રથમ ડિગ્રી હત્યાનો પ્રયાસ (1લી ડિગ્રી હત્યાનો પ્રયાસ)
- ગુનાના કમિશનમાં ફાયરઆર્મનો ઉપયોગ (અપરાધના કમિશનમાં ફાયરઆર્મનો ઉપયોગ) - બે વખત
- ગુનેગાર દ્વારા હથિયારનો કબજો (ગુનેગાર દ્વારા હથિયારનો કબજો)
ગુરુવારે ઘટનાસ્થળે એકોમેક કાઉન્ટી શેરિફના અનેક ડેપ્યુટીઓ અને વર્જિનિયા સ્ટેટ પોલીસ હાજર હતી. શોર સ્ટોપ નામની જગ્યા બપોર સુધી બંધ રાખવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
