Canada Khalistani News: કેનેડામાં ગુરુદ્ધારા પર લખાયા ભારત વિરોધી નારા, મંદિરમાં કરાઇ તોડફોડ
Canada Khalistani News: બીજી તરફ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હિન્દુ મંદિરને પણ ખાલિસ્તાન સમર્થકો દ્ધારા નિશાન બનાવવામાં આવ્યું હતું

Canada Khalistani News: કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની ભારત વિરોધી પ્રવૃત્તિઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરના કિસ્સામાં વૈનકુવરના એક ઐતિહાસિક ગુરુદ્વારા અને બ્રિટિશ કોલંબિયાના કેટલાક મંદિરોની દિવાલો પર ખાલિસ્તાની અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
શનિવારે વૈનકુવરના રોસ સ્ટ્રીટ પર સ્થિત ગુરુદ્વારાની દિવાલો પર ખાલિસ્તાન સમર્થક ગ્રેફિટીની ઘટનાથી શીખ અને હિન્દુ સમુદાયમાં રોષ ફેલાયો છે. ખાલસા દિવાન સોસાયટી ગુરુદ્વારાના નેતાઓ, સ્થાનિક સંગઠનો અને કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ આ ઘટનાની સખત નિંદા કરી છે.
🚨 We strongly condemn the vandalism of Laxmi Narayan Mandir in BC by Khalistani extremists.
— Canadian Hindu Chamber of Commerce (@chcconline) April 20, 2025
This act of #Hinduphobia has no place in Canada.
We urge swift action & ask all Canadians to stand united against hate.
🛑 Silence is not an option.#CHCC #StopHinduphobia pic.twitter.com/flL0Or6Ezc
ગુરુદ્વારા મેનેજમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ કૃત્ય ખાલિસ્તાનની હિમાયત કરતા કેટલાક શીખ અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે આપણા પવિત્ર સ્થળની દિવાલ પર વિભાજનકારી સૂત્રો લખ્યા હતા." આ કેનેડિયન શીખ સમુદાયમાં ભય અને વિભાજન પેદા કરવાના હેતુથી એક સંગઠિત અભિયાનનો એક ભાગ છે. તેમનું વર્તન શીખ ધર્મ અને કેનેડિયન સમાજ બંનેના મૂલ્યોની વિરુદ્ધ છે. સમાવેશ, આદર અને એકબીજાને મદદ કરવી.' અમે બધા કેનેડિયન નાગરિકોને આ પ્રકારના કટ્ટરવાદ સામે એક થવા અપીલ કરીએ છીએ. વાનકુવર સનના અહેવાલ મુજબ, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, જોકે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
The attacks on Hindu temples that began several years ago continue unabated today — this latest graffiti on the Hindu temple is yet another chilling reminder of the growing influence of Khalistani extremism.
— Chandra Arya (@AryaCanada) April 20, 2025
Well-organized, well-funded, and backed by significant political clout,… https://t.co/0WfQdGgoNm
હિન્દુ મંદિરો પર પણ હુમલા ચાલુ છે
બીજી તરફ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હિન્દુ મંદિરને પણ ખાલિસ્તાન સમર્થકો દ્ધારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે આ કૃત્યની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું, 'અમે બીસીમાં લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા તોડફોડની ઘટનાની સખત નિંદા કરીએ છીએ.' આ એક હિન્દુ વિરોધી કૃત્ય છે, જેને કેનેડામાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુ મંદિરો પર હુમલા ચાલુ છે. આ તત્વો માત્ર સંગઠિત અને આર્થિક રીતે મજબૂત નથી, પરંતુ તેમને રાજકીય સમર્થન પણ છે.
આર્યએ વધુમાં કહ્યું કે હવે આ કટ્ટરપંથીઓ વૈનકુવરના ખાલસા દિવાન સોસાયટી ગુરુદ્વારાની જેમ ગુરુદ્વારાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય કેનેડામાં ભયનું વાતાવરણ બનાવવાનો અને હિન્દુ અવાજોને દબાવવાનો છે.
બીજી તરફ, કોહનાએ પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે તેઓ તે બધા શીખ અને હિન્દુ ભાઈ-બહેનોની સાથે ઉભા છે જેમના પૂજા સ્થાનોને અપવિત્ર કરવામાં આવ્યા છે.




















