શોધખોળ કરો
Advertisement
શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં ભારતના કયા બે મોટા નેતાઓના મોત થયાં, જાણો કયા નેતા કરી પુષ્ટિ
શ્રીલંકાના કોલંબોમાં રવિવારે થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 290 લોકોનાં મોત થયા છે અને અંદાજે 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પાંચ ભારતીય પણ સામેલ છે.
કોલંબો: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં જનતા દળ (સેક્યુલર) એટલે કે જેડીએસના બે નેતાઓના પણ મોત થયા છે. તેની પુષ્ટિ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પહેલાં જ તેમના મોતની આશંકા વ્યકત કરી હતી. કહેવાય છે કે જેડીએસના 7 નેતા 20મી એપ્રિલના રોજ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા પરંતુ બ્લાસ્ટ બાદ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો.
આ જેડીએસ નેતાઓના નામ એમ.રંગપ્પા અને કેજી હનુમંથરૈયપ્પા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ભારતીયોના જે નામોની યોદી ટ્વીટ કરી હતી તેમાં તેમનું નામ પણ સામેલ છે. શ્રીલંકાના કોલંબોમાં રવિવારે થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 290 લોકોનાં મોત થયા છે અને અંદાજે 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પાંચ ભારતીય પણ સામેલ છે.High Commission of India in Sri Lanka confirms death of two more Indian nationals, K G Hanumantharayappa & M Rangappa in the bomb blasts in Sri Lanka yesterday. Deaths of 5 Indian nationals have been confirmed so far. pic.twitter.com/JIjanC54x6
— ANI (@ANI) April 22, 2019
કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ તેના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તેના પર કહ્યું હતું કે, એ જાણીને મને આઘાત લાગ્યો છે કે કર્ણાટકથી શ્રીલંકાની મુલાકાત પર ગયેલા જેડીએસ નેતાઓની સાત સભ્યવાળી ટીમ ધડાકા બાદ જ ગુમ છે. તેમાંથી બેના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે.Karnataka CM HD Kumaraswamy: I'm shocked to hear that a 7-member team of JDS workers from Karnataka, who were touring Colombo(Sri Lanka), has gone missing after bomb blasts. 2 of them are feared killed. I'm in constant touch with Indian High Commission on reports of those missing pic.twitter.com/QHqSeMh9y0
— ANI (@ANI) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement