શોધખોળ કરો
Advertisement
Coronavirus: કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં, વેનેજુએલામાં થયું પહેલું મોત, જાણો ત્યાં કેવી છે સ્થિતિ
દુનિયાના 199 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. વિશ્વમાં 5 લાખથી પણ વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. યુરોપમાં 2.5 લાખથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે.
દુનિયાના 199 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. વિશ્વમાં 5 લાખથી પણ વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. યુરોપમાં 2.5 લાખથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે. જેમાં અડધાથી વધારે લોકો ઈટલી અને સ્પેનમાં છે. અમેરિકામાં વિશ્વના સૌથી વધારે દર્દીઓ છે. અમેરિકામાં 24 કલાકમાં 17 હજાર કરતા પણ વધારે કોરોના ગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. હાલ અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંક 85,435 કુલ પહોંચી ગયો છે. જ્યારે 1295 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 82, 272 એક્ટિવ કેસ છે. ત્યારે આ બાબત ગંભીરતા ન દાખવનાર અમેરિકાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ત્યારે ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે.
દુનિયામાં 537,017 લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે 24,117 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં 124,436 લોકો સાજા થઈ ગયા છે. અમેરિકામાં અત્યારે વિશ્વના સૌથી વધારે દર્દીઓ છે. વેનેજુએલામાં કોરોના વાયરસથી પહેલું મોત નિપજ્યું હતું. ગુરુવારે 47 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
દક્ષિણ અમેરિકામાં દેશમાં કોરોના વાયરસના 107 કેસ સામે આવ્યા. દેશને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યો છે. વૈશ્વિક મહામારીને લઈને વેનેજુએલા ઘણી ચિંતામાં છે. કેમ કે તેની અર્થવ્યવસ્થા જર્જરી હાલતમાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ -19 બાબતે જી 20ના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મીટિંગ બાદ ગુરુવારે કહ્યું હતું કે, અમેરિકાએ આ વાયરસના પ્રસારને રોકવા માટે દુનિયાભરના પોતાના મિત્રો અને સાથીદારો સાથે મળીને કામ કરશે.
તેમણે કહ્યું હતું કે, અમારી પાસે કેટલાંક સારા અને અલગ આઈડિયા છે. અમે એક સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દુનિયાભરના નેતા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક સાથે આવ્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસની મોટી અસર જોવા મળી રહી છે. અમેરિકાના કુલ કેસમાં 55 ટકા કેસ ફક્ત ન્યૂયોર્કમાં નોંધાયા છે. અહીં તાવ અને શરદીના લક્ષણો ધરાવતા 86 ટકા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવ્યો. અમેરિકામાં કોરોનાના કુલ 85,612 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1301 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion