શોધખોળ કરો
Advertisement
હૉકિંગ્સની ભવિષ્યવાણી, 1 હજાર વર્ષમાં ધરતી પરથી માનવ સભ્યતાનો અંત
લંડનઃ આવનારા એક હજાર વર્ષમાં માનવ સભ્યતાનો ધરતી પર અંત આવી જશે. જીવીત રહેવા માટે માણસને અન્ય કોઈ ગ્રહ શોધવો પડશે. આ આગાહી જાણીતા વિજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સે ઓક્સફોર્ડ યુનિયન ડિબેટિંગ સોસાઈટીમાં પોતાની સ્પીચ દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે 'જો માનવ સભ્યતાને બચાવવી હોય તો ધરતી છોડવી પડશે, એવું પણ બની શકે કે ધરતીનો અંત થવામાં હજાર અથવા દશ હજાર વર્ષ લાગી શકે, પરંતુ એ પહેલા આપણે સ્પેસમાં કોઈ અન્ય ગ્રહ પર શિફ્ટ થઈ જવું પડશે'
લંડનઃ જાણીતા વિજ્ઞાનિક સ્ફિન હૉકિંગ્સ પૃથ્વીના નાશ થવાની ભવિષ્યવાણી કરી છે. આવનારા હજાર વર્ષમાં માનવ સભ્યતા ધરતી પરથી અંત આવી જશે. જીવીત રહેવા માટે માનવે અન્ય કોઇ ગ્રહ શોધી લેવાની વાત હૉકિંગે કરી હતી. ઓક્સફો્રડ યુનિયન ડિબેટિંગ સોસાઇટીમાં પોતાની સ્પીચ દરમિયાન જણાવ્યું હતુ કે, ' માનવ સભ્યતા બચાવવા માટે ધરતી છોડવી પડશે, એવી બની શકે છે કે, ધરતીનો અંત આવવામાં હજાર કે દશ હજાર વર્ષ લાગી શકે છે. તે પહેલા આપણે સ્પેશકમાં કોઇ અન્ય ગ્રાહમાં શિફ્ટ થઇ જવું પડેશે'
લંડનના એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર હૉકિંગ્સ પોતાની સ્પિચમાં જણાવ્યું હતું કે, માણસ યુનિવર્સનો એક નાનો ભાગ છે એ ગર્વની વાત છે, અને માણસ તેને સમજવામાં સફળ રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, આપણી પૃથ્વી નબળી પડી ગઇ છે અને આવનારા એક હજાર વર્ષ બાદ અહીં વાતાવરણ જીવન માટે યોગ્ય નહીં હરે, આવનારા દિવસોમાં પૃથ્વી સામે ક્લાઇમેટ ચેંજ અને ન્યૂક્લિયર ટેરિરિઝમ જેવા પડકારો હશે'
હોકિંગે પોતાની સ્પીચમાં યુનિવર્સ, આઈસ્ટાઈનની થ્યોરી, મિથ્સ અને ભગવાનની વાત પણ કરી હતી. હોકિંગે કહ્યું કે 'રિસર્ચ અને થ્યોરિટિકલ ફિઝિક્સ માટે સારો સમય આવનાર છે, છેલ્લા 50 વર્ષમાં યુનિવર્સને લઈને આપણા વિચારોમાં બદલાવ આવશે, હું ખુશ છું કે તેમાં મારું પણ કોન્ટ્રીબ્યૂશન છે' ઉલ્લેખનીય છે કે 2009માં નાસાએ સ્પેસમાં ધરતી જેવા ગ્રહોની શોધ માટે અભિયાન ચલાવ્યું હતું. નાસાની રિપોર્ટ પ્રમાણે સ્પેસમાં 2300 એવા ગ્રહો છે જ્યાં માણસ વસવાટ કરવાનો વિચાર કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement