શોધખોળ કરો

Beijing Olympics: ચીનની ચાલબાજીને જડબાતોડ જવાબ, આજે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં સામેલ નહીં થાય ભારત

વિદેશ મંત્રાલય પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે, ચીને ઓલિમ્પિક જેવા આયોજનને રાજનાયિક રંગ આપવાની કોશિશ કરી છે,

Beijing Winter Olympics 2022: ચીનની રાજધાની બેઇજિંગમાં સમર ઓલિમ્પિકના આયોજનના 14 વર્ષ બાદ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ (Winter Olympic Games)નુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આખી દુનિયાની નજર 24મા વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ પર રહશે. પરંતુ ભારતે જાહેરાત કરી છે કે ચીનની રાજધાનીમાં થનારા 2022 વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન કે સમાપન સમારોહમાં તેની ઉચ્ચ રાજનાયિકો સામેલ નહીં થાય. 

વિદેશ મંત્રાલય પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે, ચીને ઓલિમ્પિક જેવા આયોજનને રાજનાયિક રંગ આપવાની કોશિશ કરી છે, જે ખેદજનક છે. તેમને કહ્યું કે, ભારતીય દુતાવાસ પ્રમુખ બેઇજિંગ ઓલિમ્પિકના ના તો ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે અને ના તો સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. 

બેઇજિંગમાં ભારતીય રાજનાયિક 2022 બેઇજિંગ શિયાળુ ઓલિમ્પિક (4-20 ફેબ્રુઆરી)ના ઉદઘાટન અને સમાપન સમારોહમાં સામેલ નહીં થાય. આવુ એટલા માટે કરવામા આવ્યુ છે, કેમ કે ચીને ગલવાન ઘાટીમાં થયેલી અથડામણનું રાજનતીકરણ કર્યુ છે. ચીને હિંસામાં સામેલ રહેલા એક સૈનિકને મશાલવાહક બનાવ્યો છે, જેના પર ભારતે જબરદસ્ત નારાજગી દર્શાવી છે.  

દૂરદર્શન પર નહીં થાય ઓલિમ્પિક સમારોહનુ પ્રસારણ- 
વિદેશ મંત્રાલયની જાહેરાત બાદ પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શશિ શેખર વેમ્પતિએ કહ્યું કે, દૂરદર્શનની સ્પોર્ટ્સ ચેનલ ઓલિમ્પિક ઉદઘાટન કે સમાપન સમારોહનુ પ્રસારણ નહીં કરે. ભારતનુ આ પગલુ એવા સમયે આવ્યુ છે, જ્યારે બે મહિના પહેલા તેને રશિયા, ભારત, ચીન ત્રિસ્તરીય ઢાંચા અંતર્ગત વિદેશ મંત્રીઓની બેઠકમાં ચીન દ્વારા બેઇજિંગ ઓલિમ્પિકની મેજબાનીનુ સમર્થન કરવામા આવ્યુ હતુ. 

Galwan ઘાટીમાં ભારતીય સૈનિકો સાથેની અથડામણ દરમિયાન પાણીના પ્રવાહમાં વહી ગયા હતા ચીનના 38 સૈનિકો, રિપોર્ટમાં ખુલાસો
China Hiding Losses of Soldiers: ડ્રેગનના જુઠ્ઠાણાનો ફરી એકવાર ખુલાસો થયો છે, ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત સાથેના સંઘર્ષ દરમિયાન ચીને પોતાના સૈનિકોના નુકસાનને ઓછુ કરીને બતાવ્યુ હતુ. એક ઓસ્ટ્રેલિયન અખબારનો દાવો છે કે ગલવાન ઘાટીમાં અથડામણ દરમિયાન અધિકારીક સંખ્યાથી કેટલીય વધારે ચીની જવાન માર્યા ગયા હતા. નવા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)એ ગલવાન ઘાટીમાં જંગ દરમિયાન ઓછામાં ઓછા નવ ગણા વધુ સૈનિકોને ગુમાવી દીધા હતા, પરંતુ આ નુકસાનને ખુબ ઓછુ કરીને ચીને બતાવ્યુ હતુ. ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ ક્લૈક્સન' (The Klaxon) ના એક લેખ અનુસાર, ચીનના ઓછામાં ઓછા 38 સૈનિકો અંધારમાં પુરપાટ વહેતી એક નદીને પાર કરતી વખતે ડુબી ગયા હતા. 

ગલવાન ઘાટીમાં માર્યા ગયા હતા 9 ગણા વધુ ચીની સૈનિક-
ગલવાન ઘાટી (Galwan Valley Clash)માં ભારત સાથીની અથડામણમાં ચીનના વધારે સૈનિકોના માર્યા ગયાના ખુલાસ બાદ ચીનના જુઠ્ઠાણની પોલ ખુલી ગઇ છે. એક વર્ષની લાંબી તપાસ બાદ સોશ્યલ મીડિયા રિસર્ચર્સના એક ગૃહ તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. ખોજી અખબારનુ કહેવુ છે કે ચીને જે ચાર સૈનિકોના મોતની પુષ્ટી કરી તેમાંથી માત્ર એક જ જૂનિયર સાર્જન્ટ વાંગ જુઓરાનના ડુબવાની સૂચના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે રાત્રે વાંગની સાથે કમ સે કમ 38 પીએલએ સૈનિક ડુબીને માર્યા ગયા હતા. ચીની સૈનિકની વધુ સંખ્યામાં નુકસાન થવાને લઇને રિપોર્ટમાં મુખ્ય ભૂમિ ચીની બ્લૉગર્સની સાથે ચર્ચા, કેટલાક ચીની નાગરિકો પાસેથી મેળવેલી જાણકારીઓ અને મીડિયા રિપોર્ટ સાથે જોડાયેલી એક વર્ષની લાંબી તપાસનો હવાલો આપવામાં આવ્યો છે. 

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થઇ હતી અથડામણ-
બન્ને દેશો વચ્ચે થઇ હતી ભયંકર લડાઇ....
ચીન દ્વારા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોને સદીનો હીરો ખિતાબ આપવાના જાણી શકાય છે કે 15-16 જૂન 2020ની રાત્રે પૂર્વી લદ્દાખ સાથેની એસએસી પર બન્ને દેશોની સેનાઓની વચ્ચે કેટલીય ભયંકર લડાઇ થઇ હતી. જોકે, આ દરમિયાન એકપણ ગોળી ન હતી છુટી. આ ઉપરાંત અન્ય શહીદ સૈનિક ચેન જિયાનગૉન્ગ, જિઓ સિયુઆન અને વાંગ જુઓરનને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન આપવામા આવ્યુ છે. ચીનના જવાનોના નેતૃત્વ કરનાર એક કર્નલ, ક્યૂ ફેબાઓ (રેજીમેન્ટ કમાન્ડર) જે હિંસા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેને 'હીરો કર્નલ'ની ઉપાધિથી સન્માનતિ કરવામાં આવ્યો છે. જોકે સીજીટીએને ગલવાનનુ નામ નથી લીધુ, અને કહ્યું કે 'જૂનના મહિનામાં એક સીમા વિવાદ'આ ક્ષતિ થઇ છે, પરંતુ ગ્લૉબલ ટાઇમ્સે સ્પષ્ટ લખ્યું છે કે ગલવાન ઘાટીની હિંસા (15-16 જૂન, 2020)માં હાનિ થઇ હતી.  

ભારતનો દાવો- માર્યા ગયા હતા 45 સૈનિકો..... 
ભારત અને આંતરરાષ્ટ્રીય મીડિયાનુ માનવુ છે કે ચીને ઓછામાં ઓછા 45 સૈનિકોને ગલવાન ઘાટીમાં હિંસમાં ગુમાવ્યા છે, એટલે કે આ હિંસામાં ચીનના 45 સૈનિકો માર્યા ગયા હતા, પરંતુ સીએમસીએ માર્યા ગયેલા કુલ સૈનિકોની સંખ્યા નથી બતાવી, તે સૈનિકોની જાણકારી આપી છે જેને ફક્ત બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ચીનની સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)એ આ સન્માન પીએલએ સૈનિકોને આપ્યુ છે. સીએમસી, ચીનની સૌથી મોટી સૈન્ય સંસ્થા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આના ચેરમેન છે. 

ગલવાન ઘાટીની હિંસામાં ભારતીય સેનાના કુલ 20 સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયા હતા, તેમાંથી છેને વીરતા મેડલથી નવાજવામાં આવ્યા હતા. કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્ર અને પાંચ અન્ય સૈનિકોને (ચાર મરણોપરાંત)ને વીર ચક્ર. ઉલ્લેખનીય છે કે, નવ મહિનાના ટકરાવ બાદ ભારત અને ચીન પૂર્વી લદ્દાખની નજીક આવેલી એલએસી પર ડિએન્ગેજમેન્ટ માટે તૈયાર થયા હતા.

ચેન હૉન્ગજુનને 'સદીનો હીરો'ના ખિતાબ અપાયો હતો.... 
ચીને સરકારી ટીવી, સીજીટીએને જણાવ્યુ કે શુક્રવારે સીએમસીએ માર્યા ગયેલા આ તમામ સૈનિકોને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન અને માનદ ઉપાધિથી સન્માનતિ કરવામાં આવ્યા છે. સીજીટીએન અનુસાર, ગલવા ઘાટીમાં ભારતીય સૈનિકો સામે લડતા માર્યા ગયેલા પીએલએ સેનાના જવાન ચેન હૉન્ગજુનને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીસીપી) દ્વારા જાહેર આ 'સદીનો હીરો'નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 29 ચીની નાગરિક છે, જેને છેલ્લા 100 વર્ષોમાં ચીનની સીમાઓની સુરક્ષા, કોરિયન યુદ્ધ, જાપાન સામે યુદ્ધ, પુલિસિંગ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરેમાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget