શોધખોળ કરો
Advertisement
કોરોનાવાયરસથી ઈરાનમાં એક ભારતીય નાગરિકનું મોત
ઈરાનમાં મૃત્યુઆંક વધીને 1284 થઈ ગયો છે. જ્યારે આ વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 17,336 થઈ છે.
નવી દિલ્હી: ઈરાનમાં કોરોના વાયરસથી સંક્રમિત એક ભારતીય નાગરિકનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. વિદેશમાં કોઈ ભારતીય નાગરિકનું કોરોના વાયરસના કારણે મોત થવાનો આ પ્રથમ કિસ્સો છે. ઈરાનમાં એક દિવસમાં 147 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં કોરોનાને લીધે 149 લોકોના મોત થયા છે. આ સાથે ઈરાનમાં મૃત્યુઆંક વધીને 1284 થઈ ગયો છે. જ્યારે આ વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 17,336 થઈ છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાનમાં 225 ભારતીય કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. આ સિવાય યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય કોરોનાથી સંક્રમિત છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 173 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. 14 લોકોને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. ભારતમાં આ વાયરસને કારણે 4 લોકોના મોત થઈ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement