BRICSનો થયો વિસ્તાર, એશિયાના આ દેશને મળ્યું સભ્યપદ
BRICS: ઇન્ડોનેશિયાને વિકાસશીલ દેશોના સંગઠન બ્રિક્સના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે
BRICS: ઇન્ડોનેશિયાને વિકાસશીલ દેશોના સંગઠન બ્રિક્સના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગ્રુપના પ્રમુખ બ્રાઝિલે સોમવારે આ જાહેરાત કરી હતી. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટ 2023માં બ્રિક્સ નેતાઓ દ્વારા ઈન્ડોનેશિયાની ઉમેદવારીને સમર્થન આપવામાં આવ્યું હતું.
બ્રાઝિલની સરકારે સ્વાગત કર્યું
જો કે, વિશ્વના ચોથા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે ગયા વર્ષે તેની નવી ચૂંટાયેલી સરકારની રચના પછી જ ઔપચારિક રીતે સંગઠનમાં જોડાવાનું પસંદ કર્યું હતું. બ્રાઝિલની સરકાર બ્રિક્સમાં ઇન્ડોનેશિયાના સામેલ થવાનું સ્વાગત કરે છે.
બ્રિક્સની રચના વર્ષ 2009માં થઈ હતી
BRICSની રચના 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાને 2010માં તેમાં સામેલ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે આ સંગઠનમાં ઈરાન, ઈજિપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ કરવા માટે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયાને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી આ અંગે નિર્ણય થઇ શક્યો નથી.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી વધુ વસ્તી અને અર્થવ્યવસ્થા સાથે ઇન્ડોનેશિયા વૈશ્વિક શાસન સંસ્થાઓમાં સુધારાની પ્રતિબદ્ધતા અન્ય સભ્યો સાથે વહેંચે છે અને સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સકારાત્મક યોગદાન આપે છે. તુર્કિયે, અઝરબૈજાન અને મલેશિયાએ ઔપચારિક રીતે સભ્ય બનવા માટે અરજી કરી છે અને અન્ય કેટલાક દેશોએ પણ રસ દર્શાવ્યો છે. તાજેતરના વર્ષોમાં કેટલાક બ્રિક્સ સભ્યો ખાસ કરીને રશિયા અને ચીન યુએસ ડોલરના વિકલ્પોની શોધ કરી રહ્યા છે, જેમાં ભારત અપવાદ છે.
જોકે આ મામલે ટ્રમ્પે ચેતવણી આપી હતી, "અમને આ દેશો તરફથી પ્રતિબદ્ધતાની જરૂર છે કે તેઓ બ્રિક્સ ચલણ લાવશે નહી અને યુએસ ડોલરથી વધુ મજબૂત બનવા માટે અન્ય ચલણને સમર્થન આપશે નહીં. બ્રિક્સ એકમાત્ર મુખ્ય આંતરરાષ્ટ્રીય જૂથ છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ નથી.
ભારતનું નામ લઈને તાલિબાને પાકિસ્તાનને આપી ધમકી, કહ્યું - જો ઘૂસણખોરી કરી તો....