શોધખોળ કરો
Advertisement
કુલભૂષણ જાધવ મુદ્દે ICJ બુધવારે સંભળાવશે ફેંસલો, જાણો વિગત
પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં કુલભૂષણને મોતની સજા સંભળાવી હતી.
હેગઃ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ) ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે બુધવારે નિર્ણય આપશે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી.
ભારતે મે 2017માં આઇસીજે સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પર જાધવને કાઉન્સિલરની ફાળવણી ન કરવાનો આરોપ લગાવાયો . ભારતે જાધવ વિરુદ્ધ પાકિસ્તાની સેનાની ટ્રાયલને પણ પડકાર આપ્યો. આઇસીજેએ 18 મે 2017ના પાકિસ્તાન પર જાધવને લઇને કોઇ નિર્ણય આવે ત્યાં સુધી કોઇ પણ કાર્યવાહી કરવાની રોક લગાવી હતી.
ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલામાં ચાર દિવસ સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાને પોતપોતાની દલીલો રજૂ કરી. ભારતે આ કેસમાં બે મુખ્ય બાબતોને આધાર બનાવ્યો. તેમાં વિયેના કરાર અંતર્ગત કાઉન્સિલર એક્સેસ અને મામલાને નિપટાવવાની પ્રક્રિયા સામેલ છે.
પાકની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસી અને દેશ વિરોધી ગતિવિધિના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જાધવને ઈરાનની પકડીને ત્યાં લાવવામાં આવ્યો હોવાનો ભારતનો આરોપ છે. ઈન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા બાદ તે ઈરાનમાં બિઝનેસ કરતો હતો. જાધવને બલુચિસ્તાનમાંથી 3 માર્ચ, 2016ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યો હોવાનો પાકિસ્તાનનો દાવો છે. પાકિસ્તાને જાધવ પર બલુચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો અને જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત વતી સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ 8 મેના રોજ પિટીશન દાખલ કરી કહ્યું હતું કે, ભારતના પક્ષમાં મેરિટ તપાસતા પહેલા જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે.
GSRTC દ્વારા ઓનલાઈન બુકિંગ પર ડિસ્કાઉન્ટમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે BCCI એ નક્કી કર્યા નવા માપદંડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement