(Source: ECI/ABP News/ABP Majha)
Israel-Hamas War: ગાઝાએ ઇઝરાયેલમાં શરૂ કર્યો બોમ્બમારો, અમેરિકાએ કહ્યું- હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો, એક દિવસમાં 178 લોકોનાં મોત, જાણો અપડેટ્સ
Israel-Hamas War Updates: ઈઝરાયેલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે.
Israel-Hamas War Updates: મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગયા શુક્રવારથી ગુરુવાર સુધી ચાલેલો યુદ્ધવિરામ આખરે સમાપ્ત થયો અને ગાઝા (Israeli-Palestinian conflict) પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ (Israel resumed attacks) ગાઝામાં હવાઈ હુમલો શરૂ કર્યો. કતાર સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનો ગાઝા પટ્ટી (Gaza Attacks) પર શાસન કરતા ઈઝરાયેલ અને હમાસ સાથે કરાર કરવા માટે કામ કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી આયોગના વડા માર્ટિન ગ્રિફિથે યુદ્ધવિરામની માંગ કરી છે. તેમણે કહ્યું કે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને છુપાવવા માટે કોઈ સ્થાન નથી. હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે કહ્યું કે તેઓએ તેલ અવીવ, અશ્દોદ અને અશ્કેલોન સહિત અનેક ઇઝરાયેલ શહેરો પર રોકેટ છોડ્યા. ઈઝરાયેલ-લેબનોન બોર્ડર પર પણ લડાઈ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સંબંધિત લેટેસ્ટ અપડેટ.
- ઈઝરાયેલે શુક્રવારથી જ બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે હમાસે તેના પ્રદેશ પર રોકેટ ફાયર કરીને સાત દિવસીય યુદ્ધવિરામનો અંત લાવ્યો હતો. ઈઝરાયેલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે.
- ગાઝામાં હાજર પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે શુક્રવારે સવારથી શરૂ થયેલા ઈઝરાયેલના બોમ્બમાળાને કારણે 178 પેલેસ્ટાઈનના મોત થયા છે. આ બોમ્બ ધડાકામાં 589 લોકો ઘાયલ પણ થયા હતા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ યુદ્ધ શરૂ થયું છે.
- અલજઝીરાના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈઝરાયેલને 100 'બંકર-બસ્ટર' બોમ્બ આપ્યા છે, જેમાંથી દરેકનું વજન 907 કિલો છે. અમેરિકાએ આ બોમ્બનો ઉપયોગ અફઘાનિસ્તાન, ઈરાક અને સીરિયામાં કર્યો છે. હવે ઈઝરાયેલ ગાઝામાં આ બોમ્બનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે.
#UPDATE The Israeli army on Friday confirmed the deaths of five hostages held in Gaza, saying their families had been informed, and the body of one of them returned to Israel.
— AFP News Agency (@AFP) December 1, 2023
- કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) એ જણાવ્યું છે કે 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઓછામાં ઓછા 61 પત્રકારોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના 54 પેલેસ્ટિનિયન પત્રકારો છે. આ સિવાય ચાર ઈઝરાયેલ અને ત્રણ લેબનીઝ પત્રકારોના પણ મોત થયા છે.
- સીએનએનના અહેવાલ મુજબ, કતાર, અમેરિકા અને ઇજિપ્તની સલાહ પર, ઇઝરાયેલ અને હમાસ હજુ પણ મહિલા બંધકોને મુક્ત કરવાની વાત કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હમાસ દ્વારા બંધકોની યાદી મળતાની સાથે જ યુદ્ધવિરામ ફરી શરૂ થઈ શકે છે.
- ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે ગાઝામાં હમાસના સ્થાનોને નિશાન બનાવ્યા છે. સેનાનું કહેવું છે કે સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યા સુધીમાં 200થી વધુ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલના યુદ્ધ કેબિનેટ મંત્રી બેની ગેન્ટ્ઝે કહ્યું છે કે સેના તેની કામગીરી વધારવા માટે તૈયાર છે.
- ફરી યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ પણ પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા માટે ઈઝરાયેલ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું છે કે તેમણે નાગરિકોની સુરક્ષાને લઈને ઈઝરાયેલ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં જોયા છે.
- ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરી રહેલા કતારે ગાઝામાં બોમ્બમારો શરૂ થવા પર દુખ વ્યક્ત કર્યું છે. કતારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગાઝામાં બોમ્બ વિસ્ફોટથી મધ્યસ્થી પ્રયાસો જટિલ છે અને માનવતાવાદી દુર્ઘટનામાં વધારો થયો છે.
- અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે આપણે એ સમજવાની જરૂર છે કે હમાસના કારણે સાત દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થયો છે. મધ્યસ્થતાના નિયમો તોડીને હમાસે જેરુસલેમ પર હુમલો કર્યો અને ત્રણ લોકોની હત્યા કરી.
- સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANAનું કહેવું છે કે શનિવારે રાજધાની દમાસ્કસમાં ઈઝરાયેલના હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. ઇઝરાયેલથી રાજધાની તરફ મિસાઇલો છોડવામાં આવી હતી, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી હતી.