શોધખોળ કરો

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને ઈરાનની કડક ચેતવણી, પ્રોટાકોલનું પાલન ન કરનારને ભોગવું પડશે ગંભીર પરિણામ

ઈરાને ફરી આપી હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજોને ધમકી આપી છે. કહ્યું કે, ‘નિયમોનું પાલન નહીં કરો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

હોર્મુઝસ્ટ્રેટને  લઈને ઈરાને ફરી એકવાર કડક ચેતવણી જાહેર કરી છે. તેહરાનનું કહેવું છે કે, જહાજરાની વહીવટ અથવા જહાજોના અવરજવરમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી કરવામાં આવશે તો તેનો તાત્કાલિક અને કડક જવાબ આપવામાં આવશે.

ઈરાને હોર્મુઝ જળસંધિ પર પોતાની સંપ્રભુતાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી પસાર થતા તમામ વેપારી અને નૌકાદળના જહાજોએ જહાજરાની સંબંધિત તમામ પ્રોટોકોલનું કડક પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

IRGCએ જાહેર કર્યું નિવેદન

ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઈરાની સેનાના કેન્દ્રીય મુખ્યાલય ખતમ અલ-અનબિયાએ જણાવ્યું છે કે હોર્મુઝ જળસંધિનું સંચાલન સંપૂર્ણ રીતે ઈરાનના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. સૈન્ય કમાન્ડે ભારપૂર્વક જણાવ્યું કે તમામ જહાજો, વેપારી વહાણો અને તેલના ટેન્કરોએ માત્ર નિર્ધારિત માર્ગોનો જ ઉપયોગ કરવો પડશે અને ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌકાદળ પાસેથી જરૂરી મંજૂરી મેળવવી પડશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું પાલન ન કરવાથી જહાજોની સુરક્ષા ગંભીર રીતે જોખમમાં પડી શકે છે. તેહરાને આ વિસ્તારમાં તૈનાત આંતરરાષ્ટ્રીય નૌકાદળોને પણ ચેતવણી આપી છે કે જહાજરાની વહીવટ અથવા જહાજોના ટ્રાફિકમાં કોઈપણ પ્રકારની દખલગીરી કે અવરોધ ઉભો કરવામાં આવશે તો તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે કતારે હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારનો કાયમી સમુદ્રી કર (મેરિટાઈમ ટેક્સ) લાદવાના વિચારનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત

જહાજો પાસેથી ટેક્સ વસૂલવાના વિરોધમાં કતર

સિંગાપુરમાં યોજાયેલા શાંગ્રી-લા ડાયલોગ સુરક્ષા શિખર સંમેલનમાં કતારના ઉપપ્રધાનમંત્રી અને રક્ષા બાબતોના રાજ્ય મંત્રી શેખ સાઉદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ જણાવ્યું કે દોહા અને તેના પ્રાદેશિક સહયોગીઓ અનિશ્ચિત સમય માટે કોઈપણ પ્રકારના કાયમી કરના વિરોધમાં છે. તેમણે કહ્યું કે, કતર અને ખાડી દેશોના ભાગીદારોએ સ્પષ્ટ કર્યું છે કે આવા કરનો ભાર અંતે ગ્રાહકો પર જ પડે છે, તેથી અમે તેના વિરોધમાં છીએ.

જોકે, કતારના મંત્રીએ સંકેત આપ્યો કે કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં અસ્થાયી નાણાકીય વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ શકે છે. તેમણે કહ્યું કે જો ઈરાન કહે કે આ રકમનો ઉપયોગ દરિયામાં બિછાવવામાં આવેલી માઇન્સ દૂર કરવા અથવા અન્ય કોઈ અસ્થાયી હેતુ માટે કરવામાં આવશે, તો તે ચર્ચા કરી શકાય એવો મુદ્દો બની શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget