આ દેશમાં ઘટતા જન્મ દરને લઈ સરકારે ઉઠાવ્યું મોટું પગલું, મેચમેકિંગ એપ કરી લોન્ચ
આ એપ કપલના પરિવારોનું મેચિંગ પણ આપે છે. લગ્નના ચાર વર્ષ સુધી એપ પર એક્ટિવ રહેવું પડશે.
તેહરાનઃ ઈરાને છેલ્લા થોડા વર્ષોથી ઘટતા પ્રજનન દરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. બીજા દેશોની તુલનામાં ઈરાનમાં જન્મદરમાં ઘટાડો થયો છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે અહીંયા મેચમેકિંગ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા યુવાનો જીવન સાથીની પસંદગી કરી શકશે.
શું છે એપનું નામ
આ એપનું નામ હમદમ છે. જેને સરકારી ઈસ્લામિક સંસ્કૃતિ એકમ દ્વારા બનાવવામાં આવી છે. આ એપ પર યુવાઓએ પહેલા તમામ જાણકારી આપવી પડશે. એપ યૂઝરની ઓળખ કરશે અને ખોટી જાણકારી આપનારા સામે કાર્યવાહી કરાશે. એપ પર યુવાઓની પસંદ, નાપસંદ વગેરે અંગે જણાવવું પડશે. એપ મનોવૌજ્ઞાનિક અનુકૂળતાનો ટેસ્ટ પણ કરે છે. યુવાઓ દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે એપ જીવનસાથી શોધનું સૂચન પણ કરે છે.
છેલ્લા ચાર વર્ષમાં પ્રજનન દરમાં 25 ટકાનો ઘટાડો
આ એપ કપલના પરિવારોનું મેચિંગ પણ આપે છે. લગ્નના ચાર વર્ષ સુધી એપ પર એક્ટિવ રહેવું પડશે. એપ તેના સપંર્કમાં રહીને નજર રાખશે. ઈરાનમાં કાનૂન મુજબ પશ્ચિમી દેશોની જેમ ડેટ કરવા તથા લગ્ન કરવા પર પ્રતિબંધ લગાવાયા છે. મોટા ભાગના યુવાઓ ઈરાનના પરંપરાગત રીતે થતાં લગ્ન કરવા નથી માંગતા. હાલ ઈરાન તેની ઘટી રહેલી વસતીને લઈ ચિંતિત છે. મહિલાઓના પ્રજનન દરમાં છેલ્લા ચાર વર્ષમાં 25 ટકાનો ઘટાડો થયો છે.
ઈરાને આશરે એક દાયકા પહેલા પરિવાર નિયોજનની નીતિ બદલવાની શરૂ કરી હતી. ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. નીતિમાં કરેલા બદલાવથી લોકો માટે સુરક્ષિત ગર્ભનિરોધક ગોળીઓ મેળવવી મુશ્કેલ થઈ ગઈ હતી. ઈરાનની સંસસદે પણ લગ્ન અને બાળકોના જન્મને પ્રોત્સાહન આપવા માટે અનેક નિયમો પણ બનાવ્યા છે. 2014માં ઈરાનના સૌથી મોટા નેતા અયાતુલ્લા ખમેનેઈએ એક આદેશ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વસસ્તી વધારવાથી રાષ્ટ્રીય ઓળખ મજબૂત થશે અને પશ્ચિમી જીવનશૈલીનો મુકાબલો કરવામાં મદદ મળશે.