શોધખોળ કરો

ઈરાન પાસે રહેલા 400 કિલો યુરેનિયમની કિંમત કેટલી છે? જાણો શા માટે અમેરિકા તેને જપ્ત કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે!

સામાન્ય યુરેનિયમની કિંમત ભલે ઓછી હોય, પરંતુ ઈરાનનું 60% શુદ્ધ (એનરિચ્ડ) યુરેનિયમ અબજો ડોલરની કિંમત ધરાવે છે; આ ભંડારમાંથી 10 પરમાણુ બોમ્બ બની શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાન પાસે 400 કિલો, 60% શુદ્ધ યુરેનિયમ ભંડાર છે.
  • શુદ્ધ યુરેનિયમની કિંમત લાખો, અબજો ડોલર પહોંચી જાય.
  • આ ભંડારમાંથી 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.
  • અમેરિકા યુરેનિયમ જપ્ત કરવા વિચારે, યુદ્ધનું જોખમ.

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ અને તણાવનો માહોલ છે. આ બધાની વચ્ચે હવે આખી દુનિયા અને ખાસ કરીને અમેરિકાની નજર એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર ચોંટી છે, અને તે છે ઈરાનનો યુરેનિયમનો ભંડાર! રિપોર્ટ્સનું માનીએ તો, ઈરાન પાસે અત્યારે આશરે 400 કિલો જેટલું યુરેનિયમ પડેલું છે અને અમેરિકા તેને કોઈપણ હિસાબે મેળવવા અથવા જપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. તો ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખરે આ યુરેનિયમની કિંમત કેટલી છે અને તે આટલું બધું મહત્વનું કેમ છે.

1 કિલો યુરેનિયમનો ભાવ શું છે?

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા એટલે કે કુદરતી (નેચરલ) યુરેનિયમની કિંમત 1 કિલોના $68 થી $84 ની આસપાસ હોય છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો આ કિંમત આશરે ₹5,700 થી ₹7,000 જેટલી થાય. પરંતુ આ ભાવ ફક્ત કાચા અને લો-ગ્રેડ યુરેનિયમ માટે જ છે. જ્યારે આ જ યુરેનિયમને પ્રોસેસ કરીને 'એનરિચ' (સમૃદ્ધ) કરવામાં આવે છે, ત્યારે તેની કિંમત આસમાને પહોંચી જાય છે.

ઈરાનનું યુરેનિયમ કેમ આટલું કિંમતી છે?

ઈરાન પાસે જે 400 કિલો યુરેનિયમનો ભંડાર છે તે કોઈ સામાન્ય નથી. આ યુરેનિયમને 60% સુધી શુદ્ધ (એનરિચ) કરવામાં આવ્યું છે. યુરેનિયમને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં હાઈ-ટેક સેન્ટ્રીફ્યુજ મશીનો, મોટા પાયે વીજળીનો વપરાશ અને અત્યંત જટિલ સેટઅપની જરૂર પડે છે. આ જ કારણ છે કે શુદ્ધ કરાયેલા યુરેનિયમની કિંમત કાચા યુરેનિયમ કરતા અનેકગણી વધારે હોય છે.

જો આપણે 400 કિલો કાચા યુરેનિયમની વાત કરીએ તો મૂળ બજાર ભાવે તેની કિંમત બહુ ઓછી લાગે. પરંતુ જ્યારે આ 60% શુદ્ધ યુરેનિયમની વાત આવે, ત્યારે તેનું મૂલ્ય લાખો કે અબજો ડોલર સુધી પહોંચી જાય છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના જણાવ્યા મુજબ, ઈરાન પાસે રહેલા આ 400 કિલોના ભંડારમાંથી આશરે 10 જેટલા પરમાણુ બોમ્બ (ન્યુક્લિયર બોમ્બ) આસાનીથી બનાવી શકાય છે.

અમેરિકાનું ટેન્શન અને યુદ્ધનું મોટું જોખમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર નહીં બનાવવા દે. આ જ ચિંતાને કારણે અમેરિકા હવે ઈરાનના આ યુરેનિયમ ભંડારને જપ્ત કરવા કે તેનો ખાતમો બોલાવવાના પ્લાન પર વિચાર કરી રહ્યું છે.

જોકે, સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઈરાનમાં ઘૂસીને આવું ખતરનાક મટિરિયલ જપ્ત કરવું એ કોઈ રમત વાત નથી અને તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ઓપરેશન પાર પાડવા માટે અમેરિકન સેનાએ ઈરાનની અંદર લાંબા સમય સુધી પડાવ નાખવો પડે. આમ કરવાથી બંને દેશો વચ્ચે સીધું યુદ્ધ ફાટી નીકળવાની અને આખા વિસ્તારમાં મોટો સંઘર્ષ ઊભો થવાની પૂરી શક્યતા છે. ટૂંકમાં કહીએ તો, આ યુરેનિયમની આર્થિક કિંમત કરતાં તેનું રાજકીય અને યુદ્ધના મેદાનનું જોખમ ઘણું મોટું છે.

Frequently Asked Questions

કાચા યુરેનિયમનો પ્રતિ કિલો ભાવ શું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા યુરેનિયમનો ભાવ પ્રતિ કિલો $68 થી $84 (આશરે ₹5,700 થી ₹7,000) ની આસપાસ હોય છે.

ઈરાન પાસે રહેલું યુરેનિયમ શા માટે આટલું કિંમતી છે?

ઈરાન પાસે 60% સુધી શુદ્ધ કરાયેલું યુરેનિયમ છે, જેની કિંમત કાચા યુરેનિયમ કરતાં અનેકગણી વધારે હોય છે અને તે લાખો ડોલરમાં માપી શકાય છે.

ઈરાનના યુરેનિયમ ભંડારમાંથી કેટલા પરમાણુ બોમ્બ બની શકે છે?

IAEA અનુસાર, ઈરાનના 400 કિલો શુદ્ધ યુરેનિયમ ભંડારમાંથી આશરે 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.

ઈરાનના યુરેનિયમ ભંડારને કારણે અમેરિકા ચિંતિત કેમ છે?

અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર બનાવતું રોકવા માંગે છે. આ કારણે તે ઈરાનના યુરેનિયમ ભંડારને જપ્ત કરવા અથવા તેનો નાશ કરવા વિચારી રહ્યું છે.

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget