શોધખોળ કરો
Advertisement
અમેરિકાનો દાવો- હુમલામાં કોઇ નુકસાન નથી થયું, ઇરાને જાહેર કર્યો વીડિયો
આ વીડિયોમાં ઇરાની મિસાઇલોને અમેરિકન આર્મી બેઝ પર પડતી જોઇ શકાય છે.
નવી દિલ્હીઃ ઇરાનના હુમલામાં અમેરિકાના આર્મી બેઝને કોઇ નુકસાન નથી થયું તેવા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની સામે ઇરાનની સરકારી ટીવીએ કેટલાક વીડિયો અને તસવીરો જાહેર કરી છે. આ વીડિયોમાં ઇરાની મિસાઇલોને અમેરિકન આર્મી બેઝ પર પડતી જોઇ શકાય છે.
અમેરિકાના બે આર્મી બેઝ પર ઇરાને કરેલા હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમા દાવો કર્યો હતો કે ઇરાનના હુમલામાં અમેરિકન કે ઇરાનનાસૈનિકને નુકસાન નથી થયું. આ નિવેદન બાદ દુનિયાએ હાશકારો અનુભવ્યો હતો.
બીજી તરફ ટ્રમ્ના આ નિવેદન બાદ ઇરાનની સરકારી ટીવીએ હુમલાની અનેક તસવીરો જાહેર કરી છે. આ વીડિયો ઇરાકના આર્મી બેઝનો છે. જ્યાંથી ઇરાકના બે શહેરો અલ અસદ અને ઇરબિલમાં આવેલા અમેરિકાના આર્મી બેઝ પર મિસાઇલથી હુમલો કરાયો હતો. વીડિયોમાં સૈનિકોનેમિસાઇલો એકઠી કરતી પણ બતાવવમાં આવ્યા છે. સાથે તેમાં જોઇ શકાય છે કે કઇ રીતે મિસાઇલોને અમેરિકન બેઝ પર મિસાઇલો છોડવામાં આવી હતી. બુધવારે ઇરાને અમેરિકન આર્મી બેઝ પર 22 મિસાઇલો ફેંકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement