શોધખોળ કરો
Advertisement
ઈરાનમાં યુક્રેનનું પ્લેન ક્રેશ થતાં 170 પેસેન્જર્સના મોત, હાહાકાર મચી ગયો
ઈરાની સમાચાર એજન્સીઓનું કહેવું છે કે, ટેક્નિકલ ખામી સર્જાતાં વિમાન ઉડાન ભર્યાં બાદ ક્રેશ થયું હોવાનું જણાવ્યું હતું. હાલ રાહત અને બચાવ કામ શરૂ કરી દેવામાં આવી છે.
અમેરિકા અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ઈરાનની રાજધાની તહેરાન સ્થિત ઈમામ ખુમૈની એરપોર્ટની પાસે એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિમાન યુક્રેનનું હતું અને તેમાં 180 પેસેન્જર્સ સવાર હતા.
ઈરાની સમાચાર એજન્સીઓનું કહેવું છે કે, ટેક્નિકલ ખામી સર્જાતાં વિમાન ઉડાન ભર્યાં બાદ ક્રેશ થયું હોવાનું જણાવ્યું હતું. હાલ રાહત અને બચાવ કામ શરૂ કરી દેવામાં આવી છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ISNAએ કહ્યું કે, બોઈંગ 737 જેટ એક ટેક્નિકલ ખામીના કારણે ટેક ઓફ કર્યાં બાદ તરત જ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. યુક્રેન જઈ રહેલા આ વિમાનમાં 180 પેસેન્જર્સ અને ચાલક દળના સભ્ય સવાર હતાં.#Breaking First footage of the Ukrainian airplane while on fire falling near #Tehran pic.twitter.com/kGxnBb7f1q
— Ali Hashem علي هاشم (@alihashem_tv) January 8, 2020
તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ તણાવભરી સ્થિતિ છે. જોકે આજે ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ પહેલા અમેરિકાએ એર સ્ટ્રાઈક કરીને ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી દીધી હતી.Iranian state TV reports Ukrainian airplane carrying 180 passengers and crew has crashed near airport in capital, Tehran: AP pic.twitter.com/yipppmpRHD
— ANI (@ANI) January 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion