Israel: ઇઝરાયેલની ગાઝા પર તાબડતોડ એરસ્ટ્રાઇક, હમાસના કમાન્ડર સહિત ઓછામાં ઓછા 10ના મોત
ઇઝરાયેલે દેશમાં પણ ‘વિશેષ સ્થિતિ’ની જાહેરાત કરી છે. જ્યાં સીમાથી 80 કિલોમીટરના દાયરામાં તમામ સ્કૂલો બંધ કરી દેવામા આવી છે,
![Israel: ઇઝરાયેલની ગાઝા પર તાબડતોડ એરસ્ટ્રાઇક, હમાસના કમાન્ડર સહિત ઓછામાં ઓછા 10ના મોત israel launches terrible airstrikes on gaza, about 10 kills including hamas commander Israel: ઇઝરાયેલની ગાઝા પર તાબડતોડ એરસ્ટ્રાઇક, હમાસના કમાન્ડર સહિત ઓછામાં ઓછા 10ના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/43716f85589d427ba2589c8a608df5cc1659760960_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Israel Air Strike: ઇઝરાયેલે (Israel) શુક્રવારે ગાઝા પર એક પછી એક સતત તાબડતોડ હવાઇ હુમલા (Airstrikes) કર્યા હતા, જેમાં હમાસના (Hamas) એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થઇ ગયા છે, અને અન્યે કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર છે. પેલેસ્ટાઇનના અધિકારીઓએ આ જાણકારી આપી છે. ઇઝરાયેલે કહ્યું કે, કબજા વાળા પશ્ચિમી તટ (West Bank)માં આ અઠવાડિયાની શરૂઆતમાં એક વરિષ્ઠ પેલેસ્ટીની વિદ્રોહીની ધરપકડના કારણે વધેલા તણાવની વચ્ચે તેમને શુક્રવારે (Gaza) પર હુમલો કર્યો હતો.
ઇઝરાયેલે દેશમાં પણ ‘વિશેષ સ્થિતિ’ની જાહેરાત કરી છે. જ્યાં સીમાથી 80 કિલોમીટરના દાયરામાં તમામ સ્કૂલો બંધ કરી દેવામા આવી છે, અને લોકોની અન્ય ગતિવિધિઓ રોકી દેવામાં આવી છે. ઇઝરાયેલ આ અઠવાડિયાની શરૂઆતમાં ગાઝાની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા, અને સીમા પર વધારાના જવાનો મોકલી દીધા હતા. સોમવારે (1 ઓગસ્ટ) કબજા વાળા પશ્ચિમી તટમાં હમાસના એક વરિષ્ઠ સભ્યની ધરપકડ બાદ હુમલાની આશંકાતને ધ્યાનમાં રાખતા ઇઝરાયેલે આવુ કર્યુ હતુ.
ગાઝામાં શુક્રવારે ઘણા બોમ્બ બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. ઈઝરાયેલી ડ્રોન ગાઝા પટ્ટી પર ઉડી રહ્યાં હતા. દક્ષિણમાં આવેલા ખાન યુનિસ, રાફાહ શહેર પર પણ હવાઈ હુમલા કરાયા હતા. જેનીન શહેરમાંથી વરિષ્ઠ પેલેસ્ટીની નેતા - બાસમ અલ સાદીની ધરપકડ બાદ તણાવ વધી ગયો હતો. હાલ બન્ને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમ પર છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લા 15 વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે, આ દરમિયાન બન્ને વચ્ચે ચાર યુદ્ધ અને બીજી કેટલીય નાની મોટી અથડામણો થઇ છે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)