ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલો, સ્કૂલ પર ફેંક્યા બોમ્બ, 39ના મોત
આ વખતે ઇઝરાયલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસીરાત કેમ્પમાં આવેલી એક સ્કૂલને નિશાન બનાવી છે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ ખત્મ થવાનું નામ લઇ રહ્યું નથી. આ વખતે ઇઝરાયલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસીરાત કેમ્પમાં આવેલી એક સ્કૂલને નિશાન બનાવી છે. આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 39 પેલેસ્ટાઈનના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 39 પેલેસ્ટિનિયનોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા.
#BREAKING Israeli army claims deadly strike on 'Hamas compound' inside UN school in Gaza pic.twitter.com/oqsAcdjY2n
— AFP News Agency (@AFP) June 6, 2024
લડાકુ વિમાનોએ હુમલો કર્યો
ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ અનુસાર, ઇઝરાયલના ફાઇટર જેટે ઓછામાં ઓછા ત્રણ ઓર્બિટર પર વિવિધ મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ શાળામાં સેંકડો પેલેસ્ટિનિયનો હતા. એપીના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેમણે ગાઝા પટ્ટીમાં એક શાળાની અંદર 'હમાસ પરિસર ' પર હુમલો કર્યો.
#UPDATE The Israeli army said Thursday that it had carried out a deadly strike on a UN school in central Gaza that it said housed a "Hamas compound", with the Hamas media office saying at least 27 people were killed.
— AFP News Agency (@AFP) June 6, 2024
Israeli "fighter jets... conducted a precise strike on a Hamas… pic.twitter.com/ShpvKrt0qT
હમાસ સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયે શાળા પરના ઈઝરાયલના હુમલાને ભયાનક નરસંહાર ગણાવીને વખોડી કાઢી હતી. આ હુમલો 'નાગરિકો વિરુદ્ધ કરવામાં આવેલા નરસંહારના ગુનાનો સ્પષ્ટ પુરાવો છે.'
Israeli military says it has carried out a deadly strike on a UN school in Gaza it says housed a Hamas compound, with the militant group saying the attack killed at least 27 people
— AFP News Agency (@AFP) June 6, 2024
For the latest: https://t.co/QrZkvUmFUC pic.twitter.com/qfrGpX8Ccv
આ હુમલાની જવાબદારી ઈઝરાયલે લીધી છે
કાર્યાલયે વધુમાં કહ્યું કે માનવતાને જોખમમાં મૂકતા ઈઝરાયલ અને અમેરિકાએ આ હુમલાઓની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. ઓફિસ અનુસાર, આ બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ ઘટના પર ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મોસાબ હસન યુસુફે નિવેદન આપ્યું હતું
આ દરમિયાન હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે નિવેદન આપ્યું છે. મોસાબે કહ્યું કે પેલેસ્ટાઈન ઈઝરાયલના વિનાશ પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે, જો પેલેસ્ટાઈનની કોઈ વ્યાખ્યા છે તો તેનો અર્થ ઈઝરાયલનો વિનાશ થશે.