શોધખોળ કરો

Benjamin Netanyahu: ઈઝરાયલમાં સંસદ ભંગ કરવાનું બિલ રજૂ, સંકટમાં નેતન્યાહૂ સરકાર

Benjamin Netanyahu: ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં છે

Benjamin Netanyahu: ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં છે કારણ કે બુધવારે વિપક્ષે સંસદ ભંગ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. તેનું કારણ તેમના સાથી અતિ રૂઢીવાદી (Ultra-Orthodox અથવા હારેદી) પક્ષોનો ગુસ્સો છે. આ પક્ષોએ ધમકી આપી છે કે જો ધાર્મિક વિદ્યાર્થીઓને લશ્કરી સેવામાંથી મુક્તિ આપતો કાયદો પસાર નહીં થાય તો તેઓ સંસદ ભંગ કરવાના પ્રસ્તાવ (Knesset) ને ટેકો આપશે.

તાજેતરના દિવસોમાં આ વિવાદને ઉકેલવા માટે ગઠબંધનના નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે. આ મુદ્દો દાયકાઓથી ઇઝરાયલી રાજકારણમાં વિવાદનું કારણ રહ્યો છે, પરંતુ હમાસ સાથેના યુદ્ધના 21મા મહિનામાં તે વધુ સંવેદનશીલ બન્યો છે.

સરકારી સૂત્રો હજુ પણ આશા રાખે છે કે કોઈ કરાર થઈ શકે છે. મંગળવારે, ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો કે સંસદ ભંગ કરવાના પ્રસ્તાવને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો પણ સરકાર તાત્કાલિક પડી જશે નહીં કારણ કે સંસદ ભંગ કરવાના બિલને કાયદો બનતા પહેલા ચાર રાઉન્ડ મતદાનમાંથી પસાર થવું પડશે.

જોકે, નેતન્યાહૂના ગઠબંધનમાં રહેલા બંને અતિ-રૂઢિચુસ્ત પક્ષો આ મુદ્દા પર ખૂબ નારાજ છે. 2017માં ઇઝરાયલની સુપ્રીમ કોર્ટે ધાર્મિક વિદ્યાર્થીઓને લશ્કરી સેવામાંથી મુક્તિ આપવાને ગેરબંધારણીય જાહેર કર્યું હતું. ત્યારથી ઘણી સરકારો આ અંગે કોઈ નવો કાયદો પસાર કરી શકી નથી.

સાથી પક્ષોએ પણ વિરોધ કર્યો

ગયા અઠવાડિયે નાના પક્ષ 'યુનાઇટેડ ટોરા યહૂદિઝમ' એ જાહેરાત કરી હતી કે જો કોઈ ઉકેલ નહીં મળે તો તે સંસદ ભંગ કરવાના પક્ષમાં મતદાન કરશે. સોમવારે પક્ષ 'શાસ' એ પણ ચેતવણી આપી હતી કે જો બુધવાર સુધીમાં કોઈ ઉકેલ નહીં મળે તો તે દરખાસ્તના સમર્થનમાં પણ મતદાન કરશે.

'શાસ' ના પ્રવક્તા આશેર મેદિનાએ ઇઝરાયલી પબ્લિક રેડિયોને જણાવ્યું હતું કે, 'અમે જમણેરી સરકારને ઉથલાવી પાડવા માટે ખુશ નથી, પરંતુ હવે અમે એક પ્રકારના બ્રેકિંગ પોઇન્ટ પર આવી ગયા છીએ. જો છેલ્લી ઘડીએ કોઈ ઉકેલ નહીં મળે તો શાસ સંસદ ભંગ કરવા માટે મતદાન કરશે.'

રાજકીય કટોકટી મહિનાઓ સુધી ચાલી શકે છે

અધિકારીઓ કહે છે કે સંસદ ભંગ કરવાની સમગ્ર પ્રક્રિયા અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલી શકે છે. ગઠબંધને સમય બચાવવા માટે બુધવારે સંસદના કાર્યસૂચિમાં ડઝનબંધ અન્ય બિલ ઉમેર્યા. નેતન્યાહૂની 'લિકુડ' પાર્ટી સમિતિને પણ નિયંત્રિત કરે છે જે નક્કી કરશે કે પ્રસ્તાવ કેટલી ઝડપથી આગળ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

Embed widget