શોધખોળ કરો
Advertisement
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આપી શકે છે રાજીનામુ, લાંબા સમયથી છે બિમાર
જાપાનના એનએચકે ટેલિવિઝન અને અન્ય મીડિયા અનુસાર, જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેએ પોતાની બગડતી તબિયતનો હવાલો આપતા પદ છોડવાનો ઇરાદો કર્યો છે.જાપાનના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, રિપોર્ટની તાત્કાલિક પુષ્ટી નથી કરી શકાતી
નવી દિલ્હીઃ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે જાપાનના પીએમ પદેથી રાજીનામુ આપી શકે છે, રિપોર્ટ છે કે, પીએમ શિન્ઝો આબે ઘણા લાંબા સમયથી બિમાર છે, જેના કારણે તે રાજીનામુ ધરી શકે છે. બહુ જલ્દી ઔપચારિક રીતે આની જાહેરાત કરી શકે છે, શિન્ઝો આબેને છેલ્લા બે અઠવાડિયામાં બે વાર હૉસ્પીટલાઇઝ કરવા પડ્યા હતા.
જાપાનના એનએચકે ટેલિવિઝન અને અન્ય મીડિયા અનુસાર, જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેએ પોતાની બગડતી તબિયતનો હવાલો આપતા પદ છોડવાનો ઇરાદો કર્યો છે.જાપાનના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, રિપોર્ટની તાત્કાલિક પુષ્ટી નથી કરી શકાતી, પરંતુ માનવામાં આવી રહ્યું છે આબે પાર્ટી મુખ્યાલયમાં ઉચ્ચ શાસક અધિકારીઓને મળી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2007માં શિન્ઝો આબેએ પોતાના સ્વાસ્થ્યના કારણે અચાનક પહેલા કાર્યકાળમાં રાજીનામુ આપી દીધુ હતુ.
નોંધનીય છે કે, ગયા સોમવારે જ શિન્ઝો આબેએ પોતાના વડાપ્રધાન પદના 8 વર્ષ પુરા કર્યા છે.વળી, જાપાનના સત્તાધારી દળનુ કહેવુ છે કે શિન્ઝો આબેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. તેમને રાજીનામાની વાતને માત્ર એક અફવા ગણાવી છે. વળી આગામી વર્ષે સપ્ટેમ્બર 2021માં શિન્ઝો આબેનો કાર્યકાળ પુરો થવાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement