Sweden PM: સ્વીડનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યાના ગણતરીના કલાકોમાં જ ગઈ ખુરશી, જાણો શું થયું
Sweden First Female PM: સ્વીડનની પ્રધાનમંત્રી બન્યાના ગણતરીના કલાકોમાં જ સંસદમાં બજેટ પ્રસ્તાવ પાસ ન થવાના કારણે મેગદાલેના એન્ડરસને રાજીનામું આપવું પડ્યું.
Sweden First Female PM Resign: સ્વીડનની પ્રધાનમંત્રી બન્યાના ગણતરીના કલાકોમાં જ સંસદમાં બજેટ પ્રસ્તાવ પાસ ન થવાના કારણે મેગજાલેના એન્ડરસને રાજીનામું આપવું પડ્યું હતું. બુધવારે તેમણે રાજીનામું આપવાની સાથે જ સહયોગી પક્ષ ધ ગ્રીન્સે સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે.
એન્ડરસને રાજીનામા પર શું કહ્યું
એન્ડરસને પત્રકારોને જણાવ્યું, મારા માટે આ સન્માનનો પ્રશ્ન છે. હું આવી સરકારનું નેતૃત્વ કરવા નહોતી માંગતી. એન્ડરસને સંસદના અધ્યક્ષ એન્ડ્રિયાસ નોરલેનને જણાવ્યું, હવે તે પણ સોશિયલ ડેમોક્રેટિકની એક પાર્ટીની સરકારનું નેતૃત્વ કરવા ઈચ્છુક છે. જો પાર્ટી સરકાર પાસેથી સમર્થન પરત લેશે તો ગઠબંધનની સરકાર પણ રાજીનામું આપવું જોઈએ. સ્વીડનની 349 સીટ વાળી સંસદના અધ્યક્ષે કહ્યુ તેમને એન્ડરસનનું રાજીનામું મળી ગયું છે. આ સ્થિતિ પર ચર્ચા માટે પાર્ટીના નેતાઓ સાથે વાત કરશે.
કેવી રીતે બન્યા હતા એન્ડરસન પીએમ
સ્વીડનની 349 સભ્યોવાળી સંસદમાં 117 સભ્યોએ એન્ડરસનના પક્ષમાં વોટિંગ કર્યુ હતું, જ્યારે 174એ વિરોધમાં મતદાન કર્યુ હતું. સ્વીડનના બંધારણ મુજબ જો 175 સાંસદ કોઈ ઉમેદવારના પક્ષમાં ન હોય તો તેને પ્રધાનમંત્રી બનાવી શકાય છે. તેથી તેમને પ્રધાનમંત્રી બનાવાયા હતા.
સ્ટીફન લોફવેનના બદલે મેંગડાલનેને પ્રધાનમંત્રી બનાવાયા હતા. લોફવેને ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હાલ તેઓ કાર્યવાહક પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળતા હતા. એન્ડરસન પ્રધાનમંત્રી બન્યા તે પહેલા નાણા મંત્રી હતા.