South Korea President Election: સાઉથ કોરિયામાં મોટો ઉલટફેર, ચૂંટણીમાં લી જે મ્યુંગની જીત, મજૂરી કરનાર વ્યક્તિ બનશે રાષ્ટ્રપતિ
new South Korean president: દક્ષિણ કોરિયામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનું નેતૃત્વ લી જે-મ્યુંગે કર્યું હતું, જેમણે સંસદમાં યુન સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો હતો

South Korea Election: દક્ષિણ કોરિયામાં 3 જૂન, 2025ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી જે-મ્યુંગે કન્ઝર્વેટિવ ઉમેદવાર કિમ મૂન-સૂને મોટા માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને કિમ મૂન-સૂએ પોતાની હાર સ્વીકારી લીધી છે. આ જીત માત્ર રાજકીય પરિવર્તન જ નહીં પરંતુ લોકશાહી પુનઃજાગરણનું પ્રતિક બની ગઈ છે.
South Korea's liberal leader Lee Jae-myung is set to assume the presidency Wednesday, taking the helm of a nation deeply divided after his predecessor's disastrous attempt to declare martial law.https://t.co/XNuNwT5Fg1
— AFP News Agency (@AFP) June 3, 2025
દક્ષિણ કોરિયામાં ખાસ ચૂંટણીની જરૂરિયાત ત્યારે ઊભી થઈ જ્યારે 3 ડિસેમ્બર, 2024ના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલે માર્શલ લો લાગુ કરી દીધો હતો જેણે સમગ્ર દેશમાં લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા હતા. 1987માં દક્ષિણ કોરિયામાં લોકશાહીની પુનઃસ્થાપના પછી આ પહેલી વાર હતું જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ સેનાની મદદથી શાસન કરવાનો પ્રયાસ કર્યો.
#BREAKING South Korea conservative Kim Moon-soo concedes defeat in presidential election pic.twitter.com/u9e2HZUiFA
— AFP News Agency (@AFP) June 3, 2025
ચૂંટણી પહેલા શું થયું?
દક્ષિણ કોરિયામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનું નેતૃત્વ લી જે-મ્યુંગે કર્યું હતું, જેમણે સંસદમાં યુન સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો હતો. એપ્રિલ 2025માં બંધારણીય અદાલતે યુનને પદ પરથી દૂર કર્યા હતા. તેમની સામે રાજદ્રોહ અને સત્તાના દુરુપયોગના ફોજદારી કેસ શરૂ કરવામાં આવ્યા હતા. આ રાજકીય ઉથલપાથલને કારણે જૂન 2025માં ખાસ ચૂંટણીઓ યોજવી જરૂરી બની હતી.
લી જે-મ્યુંગનો ચૂંટણી સંદેશ
લી જે-મ્યુંગે તેમના ચૂંટણી પ્રચારને "જનતાનો ન્યાય દિવસ" ગણાવ્યો અને યૂનની સરકારને અલોકતાંત્રિક માનસિકતા, ન્યાયિક સંસ્થાઓ પ્રત્યે અવગણના અને લોકોના અધિકારોનું દમન ધરાવતી તરીકે રજૂ કરી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ફક્ત સત્તા પરિવર્તન નથી, પરંતુ લોકોના આત્મસન્માનનું વળતર છે.
#BREAKING South Korea's Lee vows better ties with North Korea and will pursue 'dialogue and cooperation' , says 'peace is better than war' pic.twitter.com/ESYeSGOobn
— AFP News Agency (@AFP) June 4, 2025
લોકશાહીના પક્ષમાં લોકોનો નિર્ણાયક આદેશ
આ ખાસ ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયું, જે 1997 પછીનું સૌથી વધુ છે. આ દર્શાવે છે કે જનતા રાજકીય અસ્થિરતાથી કંટાળી ગઈ હતી. તેઓ લોકશાહીનું રક્ષણ કરવા મતદાન મથકો પર આવ્યા હતા અને લી જે-મ્યુંગને નવા નેતા તરીકે ચૂંટવા માટે એક થયા હતા. આ માત્ર મતદાન નહોતું પરંતુ એક સામૂહિક બળવો અને લોકશાહી ચળવળ હતી.
દક્ષિણ કોરિયામાં લી જે-મ્યુંગની પ્રાથમિકતાઓ
દક્ષિણ કોરિયામાં ચૂંટણી જીતતા પહેલા લી જે-મ્યુંગે કહ્યું હતું કે તેઓ દેશમાં રાજકીય ધ્રુવીકરણનો અંત લાવવા માંગે છે. તેઓ આર્થિક પુનરુત્થાન પર ખાસ ધ્યાન આપશે. ખાસ કરીને યુવાનો અને મધ્યમ વર્ગ માટે કામ કરવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. ઉત્તર કોરિયા સાથે શાંતિ અને સહયોગના માર્ગો શોધવામાં આવશે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે તેમની નીતિઓ દક્ષિણ કોરિયાને સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિની નવી દિશામાં લઈ જઈ શકે છે કે નહીં.
કિમ મૂન-સૂએ અભિનંદન આપ્યા, હાર સ્વીકારી
યુન સુક યોલના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ શ્રમ પ્રધાન કિમ મૂન-સૂએ તેમની હાર સ્વીકારી અને લીને વિજય બદલ અભિનંદન આપ્યા હતા. કિમ મૂન-સૂ કન્ઝર્વેટિવ પીપલ પાવર પાર્ટીના ઉમેદવાર હતા.
દિવાલ કૂદીને લોકશાહી બચાવવાનો પ્રયાસ
ડિસેમ્બર 2024માં જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ યુન સુક યોલે દક્ષિણ કોરિયામાં માર્શલ લો લાદવાની જાહેરાત કરી, ત્યારે વિપક્ષી નેતા લી જે-મ્યુંગે પ્રતિકાર માટે સાહસિક રસ્તો પસંદ કર્યો હતો. જ્યારે સેનાએ નેશનલ એસેમ્બલીમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે લીએ દિવાલ કૂદીને સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. તેમણે સમગ્ર ઘટનાનું YouTube પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું, જે કલાકોમાં વાયરલ થઈ ગયું. તે જ દિવસે સંસદમાં માર્શલ લો રદ કરવા માટે મતદાન યોજાયું હતું.
સંઘર્ષોથી બનેલા નેતા
61 વર્ષીય લી જે-મ્યુંગનું જીવન સંઘર્ષોથી શરૂ થયું અને સિદ્ધાંતો સાથે આગળ વધ્યું છે. ગરીબીમાં બાળપણ, બાળ મજૂર તરીકે કામ કર્યું. પોતે અભ્યાસ કર્યો અને કાયદામાં ડિગ્રી મેળવી. માનવ અધિકાર વકીલ તરીકે શરૂઆત કરી. આ પછી તેઓ સિયોંગનામના મેયર અને પછી ગ્યોંગગી પ્રાંતના ગવર્નર બન્યા હતા.
2022 માં હાર
લી જે-મ્યુંગ 2022 ની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા પરંતુ રાજકારણમાંથી પાછળ હટ્યા નહીં. તેમણે વિરોધ પક્ષનું નેતૃત્વ કરતી વખતે સંસદમાં અને શેરીઓમાં જાહેર મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખ્યું. દરમિયાન તેમની લોકપ્રિયતા વધતી રહી ખાસ કરીને યુવાનો અને નીચલા-મધ્યમ વર્ગમાં.
જીવલેણ હુમલો થયો છતાં હિંમત હારી નહીં
જાન્યુઆરી 2024માં બુસાનની તેમની મુલાકાત દરમિયાન એક વ્યક્તિએ ઓટોગ્રાફ માંગવાના બહાને તેમના ગળા પર 7 ઇંચ લાંબા છરીથી હુમલો કર્યો હતો. તેમને એરલિફ્ટ કરીને સિઓલ નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના સમર્થકો અને ટીકાકારો બંનેએ આ હુમલાની નિંદા કરી હતી. આ હુમલાથી તેઓ ડર્યા નહીં, પરંતુ તેમની છબી વધુ મજબૂત બની.





















