શોધખોળ કરો
Advertisement
મેલાનિયાને ડિવોર્સ આપવા ટ્રમ્પે ચૂકવવા પડશે 350 કરોડ રૂપિયા, બીજું શું-શું આપવું પડશે ? જાણો મહત્વની વિગત
મિરરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેલાનિયાને જે રકમ મળશે તે ટ્રમ્પની પહેલાની બે પત્ની ઇવાના અને માર્લા મેપલ્સ કરતાં ઘણી વધારે હશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવી ગયા છે. વચ્ચે વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવતા રહ્યા છે પરંતુ તેનાથી પણ એક વાતની ચર્ચા વધારે થઈ રહી છે. ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયાની વચ્ચે છૂટાછેડા થવાની અટકળો ચાલી રહી છે. કહેવાય છે કે, વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ તરત જ ફર્સ્ટ લેડી ટ્રમ્પને છૂટાછેડા આપી શેક છે. આ વાતની પુષ્ટિ નથી થઈ શકી પરંતુ જો છૂટાછેડા થાય તો મેલાનિયાને 350 કરોડ રૂપિયા જેટલી રકમ મળી શકે છે.
ટ્રમ્પની ટોચની સલાહકાર ઓણારોસા મેનિગોલ્ટે એ કહીને ખળભળાટ મચાવી દીધો કે વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર બહાર નીકળતા જ મેલાનિયા અને ટ્રમ્પ લગભગ 15 વર્ષ જૂના લગ્નનો અંત આણશે. તેમણે એ પણ કહ્યું કે, મેલાનિયા 20 જાન્યુઆરી એટલે કે સત્તાવાર વ્હાઇટ છોડવાની તારીખની રાહ જોઈ રહી છે. જોકે મેલાનિયાએ આ વાતને મેનિગોલ્ટની ભડાસ ગણાવી હતી.
બ્રિટિશ સમાચારપત્ર ડેઇલી મેલે પણ આ લગ્નને લઈને અહેવાલ પ્રકાશિત કર્યા છે જેમાં છૂટાછેડા આપવા પર અમેરિકાના રાષઅટ્રપતિ અને મોટા બિઝનેસમેન એવા ટ્રમ્પે પત્નીનને તગડી રકમ આપવી પડી શકે છે. તેને લઈને કાયદાકીય નિષ્ણાંતોનો અલગ અલગ મત છે.
વિતેલા વર્ષે જ એક ડિવોર્સ લોયર જેકલિન ન્યૂમને કહ્યું હતું કે, મેલાનિયાને અંદાજે 50 મિલિયન ડોલર એટલે કે અંદાજે 350 કરોડ રૂપિયા મળી શેક છે. સાથે જ લોયરનું કહેવું છે કે, હાલમાં મેલાનિયા જે શાનદાર જીવન જીવી હી છે તે રીતે આ રકમ કોઈ મોટી નથી. તો એ પણ બની શકે કે તે ટ્રમ્પ પાસે એટલી જ રકમની માગ કરે જેથી તે પોતાની શાનદાર લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકે. આ રકમ કરોડોમાં હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સમાં સતત છૂટાછેડા બાદ મળનારી રકમની ચર્ચા થઈ રહી છે. મિરરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેલાનિયાને જે રકમ મળશે તે ટ્રમ્પની પહેલાની બે પત્ની ઇવાના અને માર્લા મેપલ્સ કરતાં ઘણી વધારે હશે. જણાવીએ કે, ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાનાને 14 મિલિયન ડોલરની સાથે કનેક્ટિકટમાં એક મોટો બંગલો મળ્યો છે. સાથે જ તેને ટ્રમ્પ પ્લાઝામાં એક આખો એપાર્ટમેન્ટ મળ્યો છે. જ્યારે ટ્રમ્પની બીજી પત્ની માર્લાને સેટલમેન્ટ તરીકે 2 મિલિયનની ચૂકવણઈ સત્તાવાર રીતે કરવામાં આવી છે.
ટ્રમ્પની પત્નીનને મળનારી સેટલમેન્ટ રકમ ઘણી ઉપર જઈ શકે છે કારણ કે ટ્રમ્પ માત્ર એક રાજનેતા નથી પરંતુ મોટા કારોબારી પણ છે. ફોર્બ્સ અનુસાર, સપ્ટેમ્બર 2019 સુધી ટ્રમ્પની પાસે કુલ 3.1 અબજ ડોલરની સંપત્તિ હતી. તેમનો રિયલ એસ્ટેટનો મોટો કારોબાર છે.
જોવા જઈએ તો ટ્રમ્પનું સામ્રાજ્ય તેની વ્યક્તિગત સંપત્તિ, બ્રાન્ડ બિઝનેસ, ગોલ્ફ કોર્સ અને ક્લબ, બધુ મળીને તેને દેશના ગણતરીના ધનાઢ્યોમાં સામેલ કરે છે. એવામાં સ્પષ્ટ છે કે, છૂટાછેડા બાદ મેલાનિયા જો પોતાના દીકરાને લઈને અલગ થશે તો ટ્રમ્પે સેટલમેન્ટ માટે તગડી રકમ ચૂકવવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement