શોધખોળ કરો
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર કમાન્ડર જકી ઉર રહમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર એ તૈયબાના કમાન્ડર જકી ઉર રહમાન લખવીને પાકિસ્તાનામાં શનિવારે આતંકવાદી ગતિવિધિઓમાં પૈસા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ફાઈલ ફોટો
લાહોર: મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર એ તૈયબાના કમાન્ડર જકી ઉર રહમાન લખવીને પાકિસ્તાનામાં શનિવારે આતંકવાદી ગતિવિધિઓમાં પૈસા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી એક અધિકારીએ આપી છે. લખવી મુંબઈ હુમલા મામલે 2015થી જામીન પર હતો. તેને આતંકવાદ નિરોધક વિભાગ સીટીડીએ ધરપકડ કરી છે. હાલ, સીટીડીએ તેની ધરપકડ ક્યાંથી કરવામાં આવી તે નથી જણાાવ્યું. તેમણે કહ્યું, 'સીટીડી પંજાબા દ્વારા ગુપ્ત સૂચના પર આધારિત એક અભિયાન બાદ પ્રતિબંધિત સંગઠન લશ્કર એ તૈયબાના આતંવાદી જકી ઉર રહમાન લખવીની આતંકવાદી ગતિવિધિઓમાં પૈસા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.'
વધુ વાંચો





















