શોધખોળ કરો
Advertisement
NASAએ પણ ઇસરોના કર્યા વખાણ, કહ્યું- તમારા પ્રયાસથી અમને પ્રેરણા મળશે
નાસાએ લખ્યું છે કે, ‘અંતરિક્ષ જટિલ છે. અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-2 મિશનને ઉતારવાના પ્રયાસની પ્રશંસા કરીએ છીએ. તમે અમને અમારી યાત્રા માટે પ્રરિત કર્યા છે.’
નવી દિલ્હી: ઇસરોના અતિ મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2 મિશનને દેશ-દુનિયામાંથી પ્રશંસા થઈ રહી છે ત્યારે એમેરિકાની સ્પેસે એજન્સી નાસાએ પણ વખાણ કર્યાં છે. નાસાએ લખ્યું છે કે, ‘અંતરિક્ષ જટિલ છે. અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-2 મિશનને ઉતારવાના પ્રયાસની પ્રશંસા કરીએ છીએ. તમે અમને અમારી યાત્રા માટે પ્રરિત કર્યા છે.’
આ પહેલા પાકિસ્તાનની પ્રથમ એસ્ટ્રોનોટ નમીરા સલીમે પણ પ્રશંસા કરતા કહ્યું કે, દક્ષિણ એશિયામાં અંતરિક્ષ ક્ષેત્રમાં આટલી મોટી ઉપલબ્ધિ અદભૂત છે. એ મહત્વનું નથી કે કયો દેશ નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ‘ચંદ્રયાન-2 મિશન દક્ષિણ એશિયા માટે અંતરિક્ષ ક્ષેત્રે એક મોટી છંલાગ છે. આ માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ગર્વનો વિષય છે.’તેઓએ કહ્યું, ‘હું ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની ચાંદ સાઉથ પોલમાં સોફ્ટ લેન્ડિંગની ઐતિહાસિક પ્રયત્ન માટે ઇસરો અને ભારતને શુભેચ્છા આપું છું.’ ચંદ્રયાન 2 મિશન દરમિયાન લેન્ડર વિક્રમથી ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો, જેને લઈને હાલ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઈસરોના પ્રમુખ કે સિવને કહ્યું કે મિશન 95 ટકા સફળ રહ્યું, લેન્ડર સાથે બીજી વખત સંપર્ક કરવાના પ્રયાસ શરૂ છે. ઑર્બિટર સંપૂર્ણપણે ઠીક છે અને તેમા 7.5 વર્ષ સુધી કામ કરવાની ક્ષમતા છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગગનયાન સહિત ઈસરોના તમામ મિશન નિર્ધારિત સમય પર પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો.Space is hard. We commend @ISRO’s attempt to land their #Chandrayaan2 mission on the Moon’s South Pole. You have inspired us with your journey and look forward to future opportunities to explore our solar system together. https://t.co/pKzzo9FDLL
— NASA (@NASA) September 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement