શોધખોળ કરો
Advertisement
નેપાળમાં પૂર-ભૂસ્ખલનથી 43નાં મોત, 24 લોકો ગુમ
નેપાળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી 43 લોકોના મોત થયા છે. જ્યારે 24 લોકો ગુમ અને 20 લોકો ઇજાગ્રસ્ત છે.
નવી દિલ્હીં: નેપાળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી 43 લોકોના મોત થયા છે. જ્યારે 24 લોકો ગુમ અને 20 લોકો ઇજાગ્રસ્ત છે. 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને કાર્યમાં લાગેલી છે.
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સાથે ભૂસ્ખલન પણ થયું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને વિસ્થાપિત કરી સુરક્ષિત વિસ્તારમાં મોકલામાં આવ્યા છે. વાહનવ્યવહાર પણ પ્રભાવિત છે. 6 હજારથી વધુ લોકો પૂરના પાણીથી પ્રભાવિત હોવાનું અનુમાન છે.
નેપાળ પોલીસે જણાવ્યું કે વરસાદના કારણે દેશમાં તબાહી મચી ગઈ છે. અધિકારીએ કહ્યું ભૂસ્ખલનથી મૃતકોની સંખ્યા 43 થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, બચાવ અભિયાન સાથે જોડાયેલા કામને ઝડપી કરવાની સૂચના આપવામાં આવી છે.#UPDATE Nepal Police: 43 people dead, 24 missing, & 20 injured due to flooding and landslide in the country, following incessant rainfall. pic.twitter.com/S4gtQGUjJA
— ANI (@ANI) July 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement