શોધખોળ કરો
Advertisement
'ભારતીય સેનાએ પહાડો પર જે પગના નિશાનો જોયા તે 'યેતી'ના નથી, જંગલી રિંછના છે', નેપાલી અધિકારીઓએ કર્યો દાવો
ભારતીય સેનાના આ દાવાને હવે નેપાલના અધિકારીઓએ ફગાવી દીધો છે. નેપાલી આર્મીના અધિકારીઓએ કહ્યું કે, આ પ્રકારના પગના નિશાન આ વિસ્તારોમાં કેટલીય વાર જોવા મળ્યા છે, આ એક જંગલી રિંછના પગના નિશાન છે
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ થોડાક દિવસો પહેલા જ પહેલીવાર હિમ માનવ 'યેતી'ની હાજરીને લઇને મોટો દાવો કર્યો છે. સેનાએ કેટલીક તસવીરો શેર કરતાં દાવો કર્યો હતો કે, તેમની માઉટાઇરિંગ એક્સપેડિશન ટીમે 9 એપ્રિલે નેપાલ-ચીન બોર્ડર પર મકાલૂ કેમ્પની પાસે 'યેતી'ના રહસ્યમય પગલાના નિશાન જોયા છે.
ભારતીય સેનાના આ દાવાને હવે નેપાલના અધિકારીઓએ ફગાવી દીધો છે. નેપાલી આર્મીના અધિકારીઓએ કહ્યું કે, આ પ્રકારના પગના નિશાન આ વિસ્તારોમાં કેટલીય વાર જોવા મળ્યા છે, આ એક જંગલી રિંછના પગના નિશાન છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ પોતાના દાવાનો સાબિત કરવા માટે યેતીની ફૂટપ્રિન્ટ બતાવતા કુલ ત્રણ તસવીર શેર કરી હતી. આ ફૂટપ્રિન્ટની લંબાઇ 32 ઇંચ અને પહોળાઇ 15 ઇંચ માપવામાં આવી હતી. જે આ વિસ્તારના કોઇ જાનવર સાથે મેચ ન હતી થતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement