શોધખોળ કરો
Advertisement
નેપાળ: પ્રધાનમંત્રી આવાસમાં કોરોનાનો કહેર, PM ઓલી, તેમના ડૉક્ટર સહિત 76 સુરક્ષાકર્મી કોરોના સંક્રમિત
નેપાળના પ્રધાનમંત્રી આવાસમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અહીં પ્રધાનમંત્રી કેપી ઓલી સાથે તેમના સલાહકાર અને ડૉક્ટર પણ કોરોના સંક્રમણનો શિકાર થયા છે.
નવી દિલ્હી: કોરોના સંક્રમનો પ્રકોપ નેપાળના પ્રધાનમંત્રી આવાસમાં પણ જોવા મળી રહ્યો છે. અહીં પ્રધાનમંત્રી કેપી ઓલી સાથે તેમના સલાહકાર અને ડૉક્ટર પણ કોરોના સંક્રમણનો શિકાર થયા છે. એટલુ જ નહીં નેપાણી પ્રધાનમંત્રી સુરક્ષામાં તૈનાત 76 જવાન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
નેપાળ સરકારની સમાચાર એજન્સીએ જાણકારી આપી કે, દેશના પ્રધાનમંત્રી આવાસ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયું છે. આવાસને ખાલી કરીને તેને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.
એજન્સીએ જણાવ્યું કે, હાલમાં જ પીએમ ઓલીના પર્સનલ ડોક્ટર ડૉ દિવ્યા શાહ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા. તેના બાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ ઓલીની સુરક્ષામાં તૈનાત નેપાળી સેનાના 28 કમાન્ડો, પોલીસના 19 અધિકારી, સશસ્ત્ર દળના 27 અને ગુપ્ત વિભાગના 2 અધિકારી પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેના બાદ પીએમની સુરક્ષામાં તૈનાત તમામ સુરક્ષાકર્મીઓની પૂરી ટીમને બદલી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion