ઇમરાન ખાન 'આઉટ' હવે આ દિવસે પાકિસ્તાનને મળશે નવા વડાપ્રધાન, જાણો વિગતે
સંયક્ત વિપક્ષે પહેલાથી જ એલાન કરી દીધુ હતુ કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફ તેના સંયુક્ત ઉમેદવાર હશે.
![ઇમરાન ખાન 'આઉટ' હવે આ દિવસે પાકિસ્તાનને મળશે નવા વડાપ્રધાન, જાણો વિગતે new prime minister will elected on 11 april monday in pakistan national assembly ઇમરાન ખાન 'આઉટ' હવે આ દિવસે પાકિસ્તાનને મળશે નવા વડાપ્રધાન, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/7b0a7e92b7992267e2ac60ff00b0a196_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan : પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકારે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવી દીધો છે. હવે આ પછી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી 11 એપ્રિલે (સોમવાર) નવા વડાપ્રધાન માટે ચૂંટણી કરશે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાનના વિરુદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે અડધી રાત બાદ મતદાન થયુ, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઇમરાન દેશના ઇતિહાસમાં પહેલા એવા વડાપ્રધાન બની ગયા, જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા છે.
કોન બનશે નવા વડાપ્રધાન -
સંયક્ત વિપક્ષે પહેલાથી જ એલાન કરી દીધુ હતુ કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફ તેના સંયુક્ત ઉમેદવાર હશે. આવામા શાહબાઝ શરીફને સોમવારે દેશના નવા વડાપ્રધાન પસંદ કરવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે શાહબાઝે સંકલ્પ દર્શાવ્યો છે કે નવી સરકાર પ્રતિશોધની રાજનીતિમાં સામેલ નહીં થાય.
Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર
Imran Khan Loses No Trust Vote: પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે. પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની સરકારની હાર થઇ હતી. 174 મત ઇમરાન ખાન વિરોધમાં પડ્યા હતા. મતદાનમાં ઇમરાન ખાનની પાર્ટીના સાંસદોએ બહિષ્કાર કર્યો.
નોંધનીય છે કે પાકિસ્તાનના ચીફ જસ્ટીસે રાત્રે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો હતો કારણ કે નેશનલ અસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાની મંજૂરી આપી નહોતી. એવામાં કોર્ટના આદેશ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અડધી રાત્રે કરવામાં આવ્યું હતું. હવે જ્યારે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે એવામાં પાકિસ્તાનના આગામી વડાપ્રધાન શાહબાઝ શરીફ હોઇ શકે છે. વિપક્ષે વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફને સમર્થન આપ્યું છે.
પાકિસ્તાનમાં આજ સુધી કોઇ વડાપ્રધાન પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યો નથી. ઇમરાન પ્રથમ એવા નેતા છે જેમણે અવિશ્વાસ પ્રસ્તાવ મારફતે વડાપ્રધાન પદ પરથી હટાવવામા આવ્યા છે. અવિશ્વાસ પર મતદાન અગાઉ ઇમરાને વડાપ્રધાનનું નિવાસસ્થાન છોડી દીધું હતું.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)