શોધખોળ કરો
Advertisement
Vaccine : કોરોના વેક્સીન લગાવ્યાના થોડીક જ વારમાં બેભાન થઈ ગઈ નર્સ, વીડિયો થયો વાયરલ
ટિફેની ડોવર નામની આ નર્સ ફાઈઝર બાયોનટેકની કોવિડ-19 રસી લીધા બાદ થોડીકજ મીનિટોમાં સંતુલન ગુમાવી નીચે પડી જાય છે.
કોરોના મહામારી સામે લડવા અમેરિકામાં કોરોના વેક્સીનનું રસીકરણ શરુ થઈ ગયું છે. ત્યારે તાજેતરમાં જ એક હોસ્પિટલની નર્સ મેનેજરે કોરોના વેક્સીન લગાવ્યાના થોડીક જ વારમાં પ્રેસ કોન્ફર્સ દરમિયાન બેભાન થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટિફેની ડોવર નામની આ નર્સ ફાઈઝર બાયોનટેકની કોવિડ-19 રસી લીધા બાદ થોડીકજ મીનિટોમાં સંતુલન ગુમાવી નીચે પડી જાય છે.
ટિફેની અમેરિકાના ટેનેસીમાં સ્થિતિ સીએચઆઈ મેમોરિયલ હોસ્પિટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી. વેક્સીન લીધાના થોડીક વારમાં તેણે મીડિયાના સવાલોના જવાબ આપવાનું શરુ કર્યું. તે વીડિયોમાં કહી રહી છે કે વેક્સીન લગાવીને ખુબજ ઉત્સાહિત છું. થોડી ક જ વારમાં તેને ચક્કર આપવવા લાગે છે.
થોડા સમય પછી ટિફેની આ વિડિઓમાં અસ્વસ્થ દેખાવા લાગે છે અને કહે છે કે મને ચક્કર આવી રહ્યા છે. ટિફેની આ કહેતાની સાથે જ તેનું સંતુલન ગુમાવી બેસે છે. જો કે ડોકટરો કહે છે કે તેનું બેભાન થવું કોરોના વેક્સિન સાથે સંકળાયેલ નથી. ડોકટરોના જણાવ્યા અનુસાર, જ્યારે ટિફેની ખૂબ પીડા અનુભવે છે ત્યારે તે બેભાન થઈ જાય છે.WATCH: Nurse passes out on live TV after taking vaccine in Chattanooga, Tennessee. Nurse Manager Tiffany Dover was okay and spoke again with local station WTVC, saying she has a condition where she often faints when she feels pain. “It’s common for me,” she said. pic.twitter.com/wqUhX577vc
— Breaking911 (@Breaking911) December 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion