શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સીન બનાવવામાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીને મળી મોટી સફળતા, જાણો વિગતો
કોરોના વાયરસ વેક્સીનનું શરુઆતી નિષ્કર્ષ સંશોધનકર્તાઓને આશાજનક લાગ્યું છે. છ વાનરના એક સમૂહ પર કરવામાં આવેલ વેક્સીનનું ટ્રાયલ અસરકારક રહ્યું છે.
નવી દિલ્હી: કોરોનાની વેક્સીનને લઈને બ્રિટનથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના સંશોધકોને કોરોનાની વેક્સીનનું નિષ્કર્ષ આશાનજક લાગ્યું છે. વૈજ્ઞાનિકોને વાનરના એક જૂથ પર કરવામાં આવેલ ટ્રાયલમાં અસરકારક પરિણામ મળ્યું છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટી સારવાર માટે વેક્સીન વિકસિત કરી રહી છે.
કોરોના વાયરસ વેક્સીનનું શરુઆતી નિષ્કર્ષ સંશોધનકર્તાઓને આશાજનક લાગ્યું છે. છ વાનરના એક સમૂહ પર કરવામાં આવેલ વેક્સીનનું ટ્રાયલ અસરકારક રહ્યું છે. બ્રિટિશ અને અમેરિકી સંશોધનકર્તાઓ અનુસાર, હવે વેક્સીનનું ટ્રાયલ મનુષ્ય પર ચાલી રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વાનરના સમૂહ પર કોરોના વાયરસ છોડતા પહેલા વેક્સીનની રસી લગાવવામાં આવી હતી. આ દરમિયાન 14 દિવસની અંદર વાયરસે કેટલાક વાનરના શરીર પર એન્ટી બોડી વિકસિત થઈ ગયા હતા જ્યરે કેટલાક વાનરમાં એન્ટી બોડી વિકસિત થવામાં 28 દિવસ લાગ્યા. શરૂઆતી સંશોધન પર અન્ય વૈજ્ઞાનિકોના રિવ્યૂ બાદ મોહર લાગવાની બાકી છે.
હવે માનવી પર થશે કોરોના વેક્સીનનું ટ્રાયલ
બ્રિટિશ દવા નિર્માતા કંપની AstraZenecaએ ગત મહિને જાહેરાત કરી હતી કે તેમણે ઑક્સફોર્ડ વેક્સીન ગ્રુપ અને જેનેર ઈન્ટીટ્યૂડના સંશોધનકર્તાએ સામેલ કર્યા છે. સંશોધનકર્તાઓની ટીમ કોવિડ-19 બીમારીની વિરુદ્ધ વેક્સીન વિકસિત કરવામાં લાગી છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસનના પ્રોફેસર ડૉક્ટર સ્ટીફન ઈવાન્સે કહ્યું “મોન્કી પર કરવામાં આવેલા સંશોધનથી જે પરિણામ આવ્યું છે. તે નિશ્ચિતપણે એક સારા ખબર છે.”
સંશોધન કર્તાઓ અનુસાર એક હજાર લોકો પર ટ્રાયલ તરીકે રસી લગાવવામાં આવશે. તેઓએ આગામી એક મહિનામાં સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવાની આશા છે. જો કે, હાલમાં રસી વિકસિત કરવાના તબક્કામાં મોન્કી પર તેનું સફળ થવું જરૂરી છે. વૈજ્ઞાનિકો અનુસાર અનેક રસી લેબમાં મોન્કીની રક્ષા કરી શકે છે પરંતુ તેનો મતલબ એ નથી કે માનવી પર પણ તેનું ટ્રાયલ સફળ રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement